30 July, 2025 06:56 AM IST | London | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે 23 થી 27 જુલાઈ દરમિયાન મૅન્ચેસ્ટરમાં રમાયેલી ઓલ્ડ ટ્રેફોર્ડ ટૅસ્ટ મૅચ દરમિયાન એક પાકિસ્તાનીને લીધે એક એવી ઘટના બની છે, જેની હવે સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ભારત અને ઇંગ્લૅન્ડની મૅચમાં ફારૂક નઝર નામનો એક ફૅન પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરીને આવ્યો હતો. આ દરમિયાન સ્ટેડિયામના સ્ટાફ મેમ્બરે તેને તેની ગ્રીન જર્સીને ઢાંકવાનું કહ્યું હતું. સ્ટાફે કહ્યું કે તે નિયમનો ભંગ કરી રહ્યો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાહકે સ્થળ પર રહેલા અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા હતા, કારણ કે તેઓએ તેને પાકિસ્તાનની જર્સી ઢાંકવાનું કહ્યું હતું. ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે તો કેટલાક ટેકો આપી રહ્યા છે.
વીડિયોમાં દેખાતો ફૅન પાકિસ્તાનની 2019 વર્લ્ડ કપની ક્રિકેટ જર્સી (ટી-શર્ટ) પહેરેલો જોવા મળ્યો હતો અને ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની રસપ્રદ ટૅસ્ટમાં હાજરી આપવા માટે સ્ટેડિયમમાં આવ્યો હતો. નઝરએ શરૂઆતમાં તો ઓલ્ડ ટ્રેફોર્ડના એક અધિકારીને ‘તેની લીલી જર્સી ઢાંકવી જ જોઈએ’ તે અંગે લેખિત નોંધ આપવા માટે વિનંતી કરી હતી કે અને આ પછી કેટલાક પોલીસ અધિકારીઓએ તેને વાતચીત માટે સ્થળની બહાર આવવા કહ્યું હતું.
પાકિસ્તાની મીડિયા દ્વારા અપલોડ કરાયેલ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, અહીં જુઓ:
ઘટના મૅચના કયા દિવસે બની તે સ્પષ્ટ નથી અને એક અધિકારીએ કહ્યું કે તેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે. "અમે ઉલ્લેખિત ઘટનાથી વાકેફ છીએ અને આ બાબતની આસપાસના તથ્યો અને સંદર્ભને સંપૂર્ણ રીતે સમજવા માટે પગલાં લઈ રહ્યા છીએ,” મીડિયા એજન્સી દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ઓલ્ડ ટ્રેફોર્ડ ટૅસ્ટ એક આકર્ષક ડ્રોમાં સમાપ્ત થઈ
ઓલ્ડ ટ્રેફોર્ડ ટૅસ્ટની સ્થિતિની વાત કરીએ તો, મૅચ એક આકર્ષક ડ્રૉ સાથે સમાપ્ત થઈ કારણ કે ટીમ ઈન્ડિયાએ સીરિઝ સિરીઝની પાંચમી અને અંતિમ મૅચ પહેલા સ્કોરલાઇન 2-1 સુધી રાખવા માટે નોંધપાત્ર મહેનત કરી. પાંચમા દિવસે, ભારતે પહેલાથી જ પોતાના માટે મજબૂત પાયો નાખ્યો હતો, જેમાં કે કેએલ રાહુલે 90 અને શુભમન ગિલ, વૉશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની છેલ્લી અને પાંચમી ટૅસ્ટ 31 જુલાઈએ કિયા ઓવલ ખાતે શરૂ થશે. આ ભારત માટે નિર્ણાયક મૅચ હશે કારણ કે તેમની પાસે આ જીતીની 2-2ના સ્કોર સાથે ટૅસ્ટ સિરીઝ ડ્રૉ કરવાનો મોકો છે, અને ઇંગ્લૅન્ડ વિજય મેળવે તો તેઓ સિરીઝ પણ જીતી જશે.