વાનખેડે સ્ટેડિયમમાં ગ્રાઉન્ડ્સમેન માટે યોજાયો હેલ્થ-કૅમ્પ

16 January, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સવારથી જ વાનખેડે સ્ટેડિયમના લગભગ ૨૦૦ જેટલા ગ્રાઉન્ડ્સમેન માટે હેલ્થ-કૅમ્પનું આયોજન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાનખેડે સ્ટેડિયમના લગભગ ૨૦૦ જેટલા ગ્રાઉન્ડ્સમેન માટે હેલ્થ-કૅમ્પનું આયોજન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ગઈ કાલે પિચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેન માટે સ્પેશ્યલ આયોજન કરવામાં આવ્યું હતું. સવારથી જ વાનખેડે સ્ટેડિયમના લગભગ ૨૦૦ જેટલા ગ્રાઉન્ડ્સમેન માટે હેલ્થ-કૅમ્પનું આયોજન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તસવીરો : સતેજ શિંદે

હેલ્થ-કૅમ્પ બાદ ઇન્ટરૅક્ટિવ સેશનમાં ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે, ઉદ્ધવસેનાના નેતા આદિત્ય ઠાકરે અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધ્યક્ષ અજિંક્ય નાઈકે હાજરી આપી ગ્રાઉન્ડ્સમેનને હૃદયપૂર્વકનાં અભિનંદન પાઠવી તેમની સાથે ફોટો પડાવ્યો હતો.

 

wankhede ajinkya rahane aaditya thackeray mumbai cricket association indian cricket team mumbai sports news sports