કુલદીપ યાદવના વરઘોડામાં મન મૂકીને નાચ્યા ભારતીય ક્રિકેટર્સ

16 March, 2026 11:45 AM IST  |  Mussoorie | Gujarati Mid-day Correspondent

કુલદીપ યાદવના વરઘોડામાં તેના પરિવારના સભ્યો સાથે ભારત માટે રમી ચૂકેલા ક્રિકેટર્સે પણ મન મૂકીને ડાન્સ કર્યો હતો

પત્ની વંશિકા સાથે કુલદીપ યાદવ

ઉત્તરાખંડના મસૂરીમાં શનિવારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવે પોતાની બાળપણની ફ્રેન્ડ વંશિકા સાથે લગ્ન કરી લીધાં હતાં.

સુરેશ રૈના, રિન્કુ સિંહ અને પીયૂષ ચાવલા (ડાબે), યુઝવેન્દ્ર ચહલ, રિન્કુ સિંહ અને તેની ભાવિ પત્ની પ્રિયા સરોજ (જમણે)

તેનાં લગ્નમાં યુઝવેન્દ્ર ચહલ, તિલક વર્મા, રિન્કુ સિંહ, નીતીશ રાણા, ભુવનેશ્વર કુમાર જેવા વર્તમાન ક્રિકેટર્સ અને ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે પણ હાજરી આપી હતી.

ભારતીય ટીમના ફીલ્ડિંગ કોચ ટી.દિલીપ સાથે કુલદીપ યાદવ અને વંશિકા

ભૂતપૂર્વ પ્લેયર્સ અને વર્તમાન કૉમેન્ટેટર્સ સુરેશ રૈના, પીયૂષ ચાવલા અને મોહમ્મદ કૈફે પણ લગ્ન-સમારોહમાં હાજરી આપી હતી.

નીતીશ રાણાએ પત્ની સાથે કુલદીપ યાદવના લગ્નમાં હાજરી આપી હતી

કુલદીપ યાદવના વરઘોડામાં તેના પરિવારના સભ્યો સાથે ભારત માટે રમી ચૂકેલા ક્રિકેટર્સે પણ મન મૂકીને ડાન્સ કર્યો હતો.

મોહમ્મદ કૈફે તમામ ક્રિકેટર્સની નજર ઉતારીને ચલણી નોટો હવામાં ઉછાળી હતી.

લગ્નમાં ડાન્સ કરતા પ્લેયર્સ

તિલક વર્માએ ઢોલીના તાલ પર જમીન પર બેસીને જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

Kuldeep Yadav celebrity wedding tilak varma suresh raina rinku singh piyush chawla Yuzvendra Chahal nitish rana cricket news sports sports news mohammed kaif bhuvneshwar kumar