midday

વિદેશ-ટૂર પર ફૅમિલીની હાજરી વિશે કપિલ દેવે સંતુલિત અભિગમ અપનાવવાની હિમાયત કરી

20 March, 2025 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીએ વિદેશ-ટૂર પર ફૅમિલીને લઈ જવાની વાતને સમર્થન આપ્યું હતું.
કપિલ દેવ

કપિલ દેવ

ઑસ્ટ્રેલિયા-ટૂર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે વિદેશ-ટૂર પર પ્લેયર્સના ફૅમિલી-મેમ્બરને લઈ જવા પર કેટલાંક નિયંત્રણ મૂક્યાં છે. હાલમાં સ્ટાર બૅટર વિરાટ કોહલીએ વિદેશ-ટૂર પર ફૅમિલીને લઈ જવાની વાતને સમર્થન આપ્યું હતું.

આ વિશે વાત કરતાં ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ કહે છે, ‘મને ખબર નથી, એ વ્યક્તિગત છે. મને લાગે છે કે આ ક્રિકેટ બોર્ડનો નિર્ણય છે. તમારે ફૅમિલીની જરૂર છે, પણ તમારે હંમેશાં ટીમ સાથે રહેવાની પણ જરૂર છે. અમારા સમયમાં ક્રિકેટ બોર્ડ નહીં પણ અમે પોતે નક્કી કર્યું હતું કે ટૂરનો પહેલો તબક્કો ક્રિકેટને સમર્પિત કરવો જોઈએ, જ્યારે બીજો તબક્કો ફૅમિલી સાથે આનંદ માણવામાં પસાર કરવો જોઈએ. આમાં સંતુલન હોવું જોઈએ.’

virat kohli kapil dev board of control for cricket in india australia cricket news sports news sports