19 January, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇરફાન પઠાણ
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની નવી ગાઇડલાઇન્સ પર ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ કમેન્ટ કરી છે. ભૂતકાળમાં ઘણા પ્લેયર્સ ટૂર દરમ્યાન ઘણી વાર તેમની ફૅમિલી સાથે અલગ-અલગ હોટેલમાં રહેતા જોવા મળ્યા હતા. નવી ગાઇડલાઇન્સ અનુસાર હવે દરેક પ્લેયરે એક જ હોટેલમાં રહેવું પડશે.
આ વિશે સોશ્યલ મીડિયા પર ઇરફાન પઠાણે લખ્યું કે ‘ભૂતકાળના મહાન પ્લેયર્સ પણ ભારતીય ટીમના બાકીના પ્લેયર્સની જેમ જ હોટેલમાં રહેતા હતા, તો પછી આ અલગ હોટેલમાં રહેવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?’
એક યુઝરે તેની પોસ્ટની કમેન્ટમાં લખ્યું કે લોકોને ભ્રમિત કર્યા વગર સીધેસીધું વિરાટ કોહલીનું નામ આપીને વાત કરો. તો એનો જવાબ આપતાં ઇરફાન પઠાણે લખ્યું કે ના, હું વિરાટ વિશે વાત નથી કરી રહ્યો.