કિંગ ખાનની ટીમ સામે ૨૧ વર્ષનો મુકુલ ચૌધરી બન્યો લખનઉની દિલધડક જીતનો રિયલ બાજીગર

10 April, 2026 02:38 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તાએ આપેલા ૧૮૨ રનના ટાર્ગેટને લખનઉ અંતિમ બૉલમાં ચેઝ કરીને ૩ વિકેટે જીત્યું, અંતિમ ૩ ઓવરમાં ૪૩ રનની ચેઝ શક્ય બનાવી દીધી મુકુલ ચૌધરીએ

મુકુલ ચૌધરી

ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે કોલકાતા નાઇટ રાઇડર્સે ૪ પ્લેયર્સની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી ૪ વિકેટે ૧૮૧ રન કર્યા હતા. જવાબમાં લખનઉએ ઇમ્પૅક્ટ પ્લેયર આયુષ બદોનીની ફિફ્ટીના આધારે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૮૨ રન કર્યા હતા. લખનઉ માટે સાતમા ક્રમે રમનાર ૨૧ વર્ષનો મુકુલ ચૌધરી ૨૦૦ના સ્ટ્રાઇક-રેટથી ૫૪ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. ચાર મૅચમાં કલકત્તાની આ ત્રીજી હાર છે. ટીમને એકમાત્ર પૉઇન્ટ મૅચ રદ થવાને કારણે મળ્યો હતો. લખનઉએ ત્રણ મૅચમાં બૅક-ટુ-બૅક બીજી જીત નોંધાવી હતી.

IPL પૉઇન્ટ્સ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

નો-રિઝલ્ટ

નેટ રનરેટ

પૉઇન્ટ

રાજસ્થાન

૩ 

૩ 

૨.૪૦૩ 

૬ 

પંજાબ

૩ 

૦.૬૩૭

૫ 

બૅન્ગલોર

૨.૫૦૧

દિલ્હી

૩ 

૧ 

૦.૮૧૧ 

લખનઉ

-૦.૩૫૯

હૈદરાબાદ

૦.૨૭૫

ગુજરાત

૧ 

૨ 

-૦.૨૭૦ 

૨  

મુંબઈ

૩ 

૨ 

-૦.૭૧૫ 

૨ 

કલકત્તા

૧ 

-૧.૩૧૫

ચેન્નઈ

-૨.૫૧૭

૦  

રન-ચેઝ દરમ્યાન લખનઉના ઇમ્પૅક્ટ પ્લેયર આયુષ બદોનીએ સૌથી વધુ રન કર્યા હતા. તેણે ૭ ફોર અને બે સિક્સની મદદથી ૩૪ બૉલમાં ૫૪ રન કર્યા હતા. છેલ્લી ત્રણ ઓવરમાં જીતવા માટે ૪૩ રનની જરૂર હતી અને ૩ વિકેટ બાકી હતી ત્યારે સાતમા ક્રમે રમી રહેલો મુકુલ ચૌધરી જોરદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૨૭ બૉલમાં બે ફોર અને ૭ સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા.

kolkata knight riders IPL 2026 lucknow super giants cricket news sports news ajinkya rahane Rishabh Pant sports