25 March, 2025 10:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરભજન સિંહ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચેની મૅચમાં ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર બરાબર ધોવાયો હતો. રાજસ્થાનના આ બોલરે ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૬ રન આપી દીધા હતા જે IPL ઇતિહાસની અને તેની પોતાની T20 કરીઅરની પણ સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી.
આ મૅચમાં કૉમેન્ટરી કરતી વખતે ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે આર્ચર પર એવી ટિપ્પણી કરી હતી જેનાથી સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ તેની કૉમેન્ટરી પર બૅન મૂકવાની માગણી કરી રહ્યા છે. હૈદરાબાદની બૅટિંગ સમયે ૧૮મી ઓવરમાં કૉમેન્ટેટર હરભજન સિંહે કહ્યું કે લંડનમાં કાલી ટૅક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં આર્ચરસાહેબનું મીટર પણ ઝડપથી ચાલે છે.