09 April, 2025 09:35 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રિયાંશ આર્યે અનકૅપ્ડ પ્લેયર તરીકે સૌથી ફાસ્ટેસ્ટ IPL સેન્ચુરી કરવાનો રેકૉર્ડ કર્યો
IPL 2025ની બાવીસમી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૮ રને પંજાબ કિંગ્સે જીત મેળવી હતી. હોમ ટીમ પંજાબે ઓપનર પ્રિયાંશ આર્યની શાનદાર સેન્ચુરીની મદદથી છ વિકેટ ગુમાવીને ૨૧૯ રન ફટકાર્યા હતા. ચેન્નઈએ પોતાના પહેલા રિટાયર્ડ આઉટ પ્લેયર ડેવોન કૅન્વેની મોટી ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે ૨૦૧ રનનો સ્કોર કર્યો હતો. આ સીઝનમાં ચેન્નઈએ હારનો ચોગ્ગો માર્યો હતો. ૨૦૧૯ બાદ સતત અગિયારમી વાર ચેન્નઈ ૧૮૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરી શકી નથી.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી હોમ ટીમ પંજાબની અડધી ટીમ આઠ ઓવર સુધીમાં ૮૩ રનમાં પૅવિલિયનમાં પહોંચી ગઈ હતી. ૨૪ વર્ષના યંગ ઓપનર પ્રિયાંશ આર્યે (૪૨ બૉલમાં ૧૦૩ રન) આ મુશ્કેલ સમયમાં ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. તેણે ૧૯ બૉલમાં ફિફ્ટી અને ૩૯ બૉલમાં સેન્ચુરી ફટકારીને ક્રિકેટજગતને પ્રભાવિત કર્યું હતું. તેણે શશાંક સિંહ (૩૬ બૉલમાં બાવન રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૭૧ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરીને સ્કોર ૧૫૦ રનને પાર પહોંચાડ્યો હતો. શશાંકે સાતમી વિકેટ માટે માર્કો યાન્સેન (૧૯ બૉલમાં ૩૪ રન) સાથે ૬૫ રનની અણનમ પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર કર્યો હતો.
પહેલી આઠ ઓવરમાં ૮૩ રનમાં પાંચ વિકેટ ગુમાવનાર પંજાબે અંતિમ ૧૨ ઓવરમાં ૧૩૬ રન ફટકારીને માત્ર એક વિકેટ ગુમાવી હતી. ચેન્નઈ માટે ફાસ્ટ બોલર ખલીલ અહમદ (૪૫ રનમાં બે વિકેટ) અને સ્પિનર રવિચન્દ્રન અશ્વિને (૪૮ રનમાં બે વિકેટ ) સૌથી વધુ વિકેટ ઝડપી હતી.
૨૨૦ રનના ટાર્ગેટ સામે ચેન્નઈના ઓપનર ડેવોન કૉન્વે (૪૯ બૉલમાં ૬૯ રન) અંતિમ ઓવર્સ સુધીમાં ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. તેણે રચિન રવીન્દ્ર (૨૩ બૉલમાં ૩૬ રન) સાથે રનની ઓપનિંગ ભાગીદારી બાદ શિવમ દુબે (૨૭ બૉલમાં ૪૨ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૮૯ રનની ધમાકેદાર પાર્ટનરશિપ કરી હતી. ધોની સાથે ચોથી વિકેટ માટે ૨૦ રનની ભાગીદારી કર્યા બાદ કૉન્વેએ ૧૭.૫ ઓવરમાં રિટાયર્ડ આઉટ થઈને રવીન્દ્ર જાડેજાને મેદાન પર આવવાની તક આપી હતી.
યંગ ફાસ્ટ બોલર યશ ઠાકુરની અંતિમ ઓવરમાં જીત માટે ૨૮ રનની જરૂર હતી ત્યારે મહેન્દ્ર સિંહ ધોની (૧૨ બૉલમાં ૨૭ રન) અને રવીન્દ્ર જાડેજા (પાંચ બૉલમાં નવ રન અણનમ)ની હાજરી છતાં ચેન્નઈની ટીમે માત્ર નવ રન બનાવીને એક વિકેટ ગુમાવી હતી. પંજાબ માટે ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસને (૪૦ રનમાં બે વિકેટ) સૌથી વધુ વિકેટ લીધી હતી. પ્રિયાંશ આર્યે અનકૅપ્ડ પ્લેયર તરીકે સૌથી ફાસ્ટેસ્ટ IPL સેન્ચુરી કરવાનો રેકૉર્ડ કર્યો. તેણે ૪૨ બૉલમાં ૭ ફોર અને ૯ સિક્સર સાથે ૧૦૩ રન ફટકાર્યા હતા.
|
પ્રિયાંશ આર્યનું પ્રદર્શન |
|
|
રન |
૧૦૩ |
|
બૉલ |
૪૨ |
|
ચોગ્ગા |
૦૭ |
|
છગ્ગા |
૦૯ |
|
સ્ટ્રાઇક-રેટ |
૨૪૫.૨૪ |
પંજાબે ૧૨ વર્ષ જૂનો ધમાકેદાર રેકૉર્ડ તોડ્યો
પંજાબે ચેન્નઈ સામે પહેલી પાંચ વિકેટ ગુમાવ્યા બાદ છેલ્લી ૧૨ ઓવરમાં ૧૩૬ રન ફટકારીને આ ટુર્નામેન્ટનો ૧૨ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. આ પહેલાં ૨૦૧૩માં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રૉયલ્સ સામે પહેલી પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૧૨૫ રન ફટકારવાનો રેકૉર્ડ કર્યો હતો.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
દિલ્હી |
૩ |
૩ |
૦ |
+૧.૨૫૭ |
૬ |
|
ગુજરાત |
૪ |
૩ |
૧ |
+૧.૦૩૧ |
૬ |
|
બૅન્ગલોર |
૪ |
૩ |
૧ |
+૧.૧૦૫ |
૬ |
|
પંજાબ |
૪ |
૩ |
૧ |
+૦.૨૮૯ |
૬ |
|
લખનઉ |
૫ |
૩ |
૨ |
+૦.૦૭૮ |
૬ |
|
કલકત્તા |
૫ |
૨ |
૩ |
-૦.૦૫૬ |
૪ |
|
રાજસ્થાન |
૪ |
૨ |
૨ |
-૦.૧૮૫ |
૪ |
|
મુંબઈ |
૫ |
૧ |
૪ |
-૦.૦૧૦ |
૨ |
|
ચેન્નઈ |
૫ |
૧ |
૪ |
-૦.૮૮૯ |
૨ |
|
હૈદરાબાદ |
૫ |
૧ |
૪ |
-૧.૬૨૯ |
૨ |