રવીન્દ્ર જાડેજાને શ્રેષ્ઠ ફીલ્ડર માને છે ગુજરાતનો હેડ કોચ આશિષ નેહરા

23 April, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંચાવન વર્ષનો જૉન્ટી ર્‍હોડ્સ તેના સમયના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક હતો. તે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ફીલ્ડિંગ કોચ છે, જ્યારે રવીન્દ્ર જાડેજા ઇન્ટરનૅશનલ અને IPL જેવી લીગમાં વર્ષોથી પોતાની શાનદાર ફીલ્ડિંગ પ્રતિભાથી ક્રિકેટજગતને પ્રભાવિત કરતો રહ્યો છે.

આશિષ નહેરા અને રવિન્દ્ર જાડેજા

ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરાએ હાલમાં ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર જૉન્ટી ર્‍હોડ્સ કરતાં શ્રેષ્ઠ ફીલ્ડર ગણાવ્યો છે. એક ઇન્ટરવ્યુમાં ભારતના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું, ‘મેં ઘણા મોટા ફીલ્ડર્સ જોયા છે, કેટલાક આઉટફીલ્ડમાં સારા છે, કેટલાક અંદર જેમ કે જૉન્ટી ર્‍હોડ્સ, તે ૩૦ યાર્ડના સર્કલમાં શ્રેષ્ઠ છે. જો તમે ઑલરાઉન્ડ ફીલ્ડિંગ વિશે વાત કરો છો તો એ.બી. ડિવિલિયર્સનું નામ આવે, પરંતુ ઍન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને જાડેજાનું પણ, પરંતુ હું તેમનાથી આગળ જાડેજાને રાખીશ. તે તેની ઉંમરને કારણે નથી. જ્યારે તે ૨૦૦૮-’૦૯માં આવ્યો હતો અને હવે, તે હજી પણ એ જ છે. તે તેની ફિટનેસ છે, મને ખબર નથી કે તે શું ખાય છે. જો તે કંઈક અલગ ખાય છે તો તેણે અમને જણાવવું જોઈએ.’ પંચાવન વર્ષનો જૉન્ટી ર્‍હોડ્સ તેના સમયના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક હતો. તે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ફીલ્ડિંગ કોચ છે, જ્યારે રવીન્દ્ર જાડેજા ઇન્ટરનૅશનલ અને IPL જેવી લીગમાં વર્ષોથી પોતાની શાનદાર ફીલ્ડિંગ પ્રતિભાથી ક્રિકેટજગતને પ્રભાવિત કરતો રહ્યો છે.

IPL 2025 ashish nehra ravindra jadeja chennai super kings gujarat titans cricket news