૩૧ ઑક્ટોબર પહેલાં ધોની લેશે IPLની આગામી સીઝનનો નિર્ણય

22 October, 2024 09:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં હજી પણ રીટેન્શન માટે અસમંજસનો માહોલ છે, કારણ કે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હજી પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી.

મહેન્દ્ર સિંહ ધોની

IPL 2025ના મેગા ઑક્શન પહેલાં દરેક ફ્રૅન્ચાઇઝીએ ૩૧ ઑક્ટોબર ૨૦૨૪ સુધીમાં પોતાની રીટેન્શન લિસ્ટ ભારતીય ક્રિકેટ બોર્ડને સબમિટ કરવાની છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં હજી પણ રીટેન્શન માટે અસમંજસનો માહોલ છે, કારણ કે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હજી પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. એક ઇન્ટરવ્યુમાં ફ્રૅન્ચાઇઝીના CEO કાસી વિશ્વનાથને કહ્યું હતું કે ‘અમે પણ ઇચ્છીએ છીએ કે ધોની CSK ટીમમાં રમે, પરંતુ ધોનીએ હજી સુધી અમને એની પુષ્ટિ કરી નથી. ધોની ૩૧ ઑક્ટોબર પહેલાં નેક્સ્ટ સીઝન માટે તેનો નિર્ણય કહેશે. અમે આશા રાખીએ છીએ કે તે રમશે.’ 

જો ધોની રમવા માટે હા કહે છે તો તેને માત્ર ચાર કરોડ રૂપિયામાં જ રીટેન કરવામાં આવી શકે છે, કારણ કે તેણે ૨૦૧૯ પછી કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમી નથી અને રીટેન્શનના નવા નિયમો અનુસાર ધોની ‘અનકૅપ્ડ’ ક્રિકેટર બન્યો છે.

ms dhoni IPL 2025 ipl chennai super kings cricket news sports news sports