18 May, 2023 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને રોહિત શર્મા
મંગળવારે લખનઉમાં મૅચ પહેલાં લખનઉની ટીમનો મેન્ટર ગૌતમ ગંભીર મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિતને ભેટ્યો હતો. થોડા દિવસ પહેલાં ગંભીરનો ભારતીય ટીમના અને આરસીબીના મુખ્ય બૅટર વિરાટ કોહલી સાથે મેદાન પર ઝઘડો થયો હતો.
શુક્રવારે વાનખેડેમાં મુંબઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મૅચ વખતે મેદાન પર ઍક્ટર અનિલ કપૂરની રોહિત સાથે ફ્રેન્ડ્લી ચૅટ થઈ એ ઘટનાને બન્નેના કેટલાક ચાહકોએ ટ્વિટર પર અલગ રીતે રજૂ કર્યા હતા. કેટલાક ફૅન્સે કૅપ્શનમાં લખ્યું, ‘જુઓ, ૩૬ વર્ષના રોહિત સામે ૬૬ વર્ષનો અનિલ કપૂર વધુ ફિટ લાગી રહ્યો છે.’ એ તસવીરમાં અનિલની બાજુમાં ઍક્ટર આદિત્ય રૉય કપૂર પણ ઊભો હતો.