31 May, 2023 11:28 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ફાઇનલમાં ચેન્નઈ માટે સૌથી ડેન્જરસ ગણાતા બૅટર શુભમન ગિલને ધોનીએ વીજળીની ઝડપે એટલે કે ૦.૧ સેકન્ડમાં સ્ટમ્પિંગ કરી હતી
ફાઇનલમાં ચેન્નઈ માટે સૌથી ડેન્જરસ ગણાતા બૅટર શુભમન ગિલને ધોનીએ વીજળીની ઝડપે એટલે કે ૦.૧ સેકન્ડમાં સ્ટમ્પિંગ કરતાં બધા છક રહી ગયા હતા. આ સ્ટમ્પિંગ અત્યાર સુધીનું સૌથી ફાસ્ટેસ્ટ હોવાની શક્યતા છે.
ધોની બૅટરને ચીલઝડપથી સ્ટમ્પ-આઉટ કરવા માટે જાણીતો છે. સોમવારે તેણે ગુજરાત ટાઇટન્સના સૌથી ડેન્જરસ બૅટર શુભમન ગિલને અગાઉથી પ્લાનિંગ કર્યા મુજબના રવીન્દ્ર જાડેજાના બૉલમાં માત્ર ૦.૧ સેકન્ડમાં સ્ટમ્પ-આઉટ કરી દીધો હતો. તેની આ ઝડપ ક્રિકેટજગતમાં સૌથી ઓછા સમયમાં બૅટરને સ્ટમ્પ-આઉટ કરવામાં આવ્યા હોય અેવા કિસ્સાઓમાં ‘વન ઑફ ધ ગ્રેટેસ્ટ’ કહી શકાય. જાડેજાએ ફ્લૅટર અને ઑફ સ્ટમ્પની બહાર જતા બૉલમાં ગિલને ફૉર્વર્ડ આવવાની ફરજ પાડી હતી અને ધોનીએ પળવારમાં બૉલ કલેક્ટ કરીને ગિલની બેલ્સ ઉડાડી દીધી હતી. ગિલે બૅલેન્સ ગુમાવ્યું અને પગ ક્રીઝમાં પાછો નહોતો લાવી શક્યો. ધોનીની વિક્રમજનક ૨૫૦મી આઇપીએલ-મૅચમાં આ ૩૦૦મો શિકાર હતો.