02 May, 2023 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : એએફપી)
ગઈકાલે લખનઉ (Lucknow)ના ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ (Ekana Cricket Stadium)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ૪૪મી મેચ સતત ચર્ચામાં છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) અને લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) વચ્ચે રમાયેલી મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે બોલચાલ થઈ હતી અને આ ઝઘડો એટલી હદ સુધી વધી ગયો કે, બન્નેની ૧૦૦ ટકા મેચ ફી કાપી લેવામાં આવી છે.
પહેલી મેના રોજ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં જીતવા માટે બેંગલોરે લખનઉની ટીમને ૧૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કેએલ રાહુલ (K L Rahul)ની કપ્તાનીમાં લખનઉની ટીમ ૧૦૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા હતા ત્યારે આરસીબીના વિરાટ કોહલી, લખનઉના મેન્ટર ગૌતમ ગંભીર અને લખનઉના ખેલાડી નવીન-ઉલ-હક (Naveen-ul-Haq) એકબીજામાં લડતા જોવા મળ્યા હતા.
શું હતો મામલો?
આઇપીએલ ૨૦૨૩ની ૪૩મી મેચમાં આરસીબીની ટીમ ૧૮ રને જીતી ગઈ હતી. પરંતુ, આ મેચ બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચ પુરી થયા બાદ તમામ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જેવો વિરાટ કોહલીએ લખનઉ સુપર જાયન્ટ્સના પ્લેયર કાયલ મેયર્સ (Kyle Mayers) સાથે હાથ મિલાવ્યો અને તેની સાથે વાત કરી તો લખનઉના મેન્ટર ગૌતમ ગંભીરે મેયર્સને પાછળ ખેંચતા જોવા મળ્યા. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગૌતમ ગંભીરના આ વર્તન પર વિરાટ કોહલી ખૂબ ગુસ્સે થઈ ગયો અને તેણે કેપ્ટન ફાફ ડુપ્લેસી (Faf du Plessis)ને કંઈક કહેવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો – આ નાનકડાં બાળકે વિરાટ આગળ કરી માગ, હાથમાં પોસ્ટર લઈ પૂછ્યો વામિકા અંગે આ પ્રશ્ન
આ દરમિયાન ગૌતમ ગંભીર પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો અને ગુસ્સામાં વિરાટ કોહલીનો સામનો કરવા ગયો. મામલો એટલો બધો ગંભીર થઈ ગયો હતો કે આ જોઈને બધા દંગ રહી ગયા હતા. બન્નેનો ગુસ્સો એટલો હતો કે આ શાબ્દિક યુદ્ધ ક્યારે ઝપાઝપીમાં ફેરવાશે તેની કોઈ ખાતરી નહોતી. આવી સ્થિતિમાં ફાફ ડુપ્લેસી, કેએલ રાહુલ અને અમિત મિશ્રા ()એ દરમિયાનગીરી કરીને મામલો શાંત પાડ્યો હતો. ગૌતમ અને વિરાટ કોહલી વચ્ચેની આ જોરદાર ચર્ચાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઝઘડા પછી આઇપીએલ દ્વારા ખેલાડીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવી છે. વિરાટ અને ગંભીર બન્નેની IPL કોડ ઓફ કન્ડક્ટ ૨.૨૧ના લેવલ ૨ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. બન્નેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. બન્નેની ૧૦૦ ટકા મેચ ફી કાપવામાં આવી છે. વિરાટની ૧૦૦ ટકા કાપવામાં આવી છે. તે જ સમયે, ગંભીરની પણ ૧૦૦ ટકા મેચ ફી પણ કાપવામાં આવી છે. લખનઉના બોલર નવીન-ઉલ-હકને પણ મેચ ફીના ૫૦ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. નવીન-ઉલ-હકને પણ IPL કોડ ઓફ કન્ડક્ટ ૨.૨૧ના લેવલ ૧ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ગૌતમ ગંભીરે શૅર કર્યો વીડિયો, લોકોએ ધોની સાથે જોડી કડી, જાણો શું છે સમગ્ર મામલો
ગઈકાલે બનેલા બનાવ પછી ફેન્સ જુના વિવાદને યાદ કરી રહ્યાં છે. IPL ૨૦૧૩ની સિઝનમાં પણ કોહલી અને ગંભીર વચ્ચે લડાઈ થઈ હતી. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો.