છ દાવેદાર વચ્ચે બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ જીતી ગઈ રાધા યાદવ

31 October, 2024 09:13 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી સિરીઝ જીત્યા બાદ ભારતીય વિમેન્સ ટીમના કોચિંગ સ્ટાફે રસપ્રદ અંદાજમાં સિરીઝની બેસ્ટ ફીલ્ડરની જાહેરાત કરી હતી

લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવને સિરીઝની બેસ્ટ ફીલ્ડરનો મેડલ મળ્યો.

T20 વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ સામે ૨-૧થી સિરીઝ જીત્યા બાદ ભારતીય વિમેન્સ ટીમના કોચિંગ સ્ટાફે રસપ્રદ અંદાજમાં સિરીઝની બેસ્ટ ફીલ્ડરની જાહેરાત કરી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આખી ટીમે વિજેતાનું નામ શોધવા માટે મેડલ હન્ટની રમત રમવી પડી હતી. થોડી દોડભાગ બાદ આખી ટીમ દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમની આઇકૉનિક હૉલ ઑફ ફેમના રૂમમાં પહોંચી હતી જ્યાં રાધા યાદવે બીજી વન-ડેમાં પકડેલા શાનદાર કૅચના ફોટો હતા. મુંબઈમાં જન્મેલી લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવને સિરીઝની બેસ્ટ ફીલ્ડરનો મેડલ મળતાં આખી ટીમે તેને તાળીઓથી વધાવી લીધી હતી.

india new zealand indian womens cricket team womens world cup t20 ahmedabad narendra modi stadium indian cricket team cricket news sports news sports