✕

આજે કિવીઓ સામે ટીમ ઇન્ડિયાની પહેલી T20 મૅચ

22 October, 2026 12:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાંચ T20 સિરીઝ ભારતમાં રમાઈ છે જેમાંથી ન્યુ ઝીલૅન્ડ માત્ર એક સિરીઝ જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડમાં ૪ સિરીઝ રમાઈ છે જેમાંથી યજમાન પહેલી બે અને ભારત અંતિમ બે સિરીઝ જીત્યું હતું.ભારત ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૨ T20 સિરીઝ રમ્યું છે.

બન્ને ટીમના કૅપ્ટન T20 સિરીઝની ટ્રોફી સાથે

આજથી ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડની મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ-ટૂર શરૂ થઈ રહી છે. આ ટૂરની શરૂઆત પાંચ T20 મૅચની સિરીઝથી થઈ રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ બન્ને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાઈ હતી. નવેમ્બર ૨૦૨૨ પછી ભારત ન્યુ ઝીલૅન્ડની ધરતી પર T20 સિરીઝ રમશે. 

આ બન્ને દેશો વચ્ચે ૯ દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડ ત્રણ સિરીઝ અને ભારત ૬ સિરીઝ જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડને ૨૦૦૯, ૨૦૧૨ અને ૨૦૧૯ની સિરીઝ જીતવામાં સફળતા મળી હતી. ૨૦૧૯ પછીની પાંચેય સિરીઝમાં ભારત સતત વિજેતા રહ્યું છે. 

પાંચ T20 સિરીઝ ભારતમાં રમાઈ છે જેમાંથી ન્યુ ઝીલૅન્ડ માત્ર એક સિરીઝ જીત્યું છે. ન્યુ ઝીલૅન્ડમાં ૪ સિરીઝ રમાઈ છે જેમાંથી યજમાન પહેલી બે અને ભારત અંતિમ બે સિરીઝ જીત્યું હતું.
ભારત ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૨ T20 સિરીઝ રમ્યું છે. એમાંથી ૭ મૅચમાં જીત, ૪ હાર મળી છે. એક મૅચ વરસાદને કારણે DLS મેથડથી ટાઇ રહી હતી. ભારત અહીં છેલ્લી ૮ મૅચથી અપરાજિત છે. ભારતને અહીં છેલ્લી હાર ફેબ્રુઆરી ૨૦૧૯માં મળી હતી.

ભુવનેશ્વર કુમારની છેલ્લી વિદેશી ટૂર ન્યુ ઝીલૅન્ડની હતી


સિરીઝ પહેલાં બન્ને ટીમના ખેલાડીઓ અને સપોર્ટ-સ્ટાફ એકસાથે જોવા મળ્યા.

સાથી ખેલાડીઓ સાથે કૅચિંગ પ્રૅક્ટિસ કરતો વૈભવ સૂર્યવંશી.

માથા અને નાકનો સ્પર્શ કરીને પારંપરિક હોંગી સ્ટાઇલમાં ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું.

ભુવનેશ્વર કુમાર લગભગ ૪ વર્ષ પછી ભારતીય ટીમમાં પરત ફર્યો છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની વરસાદને કારણે રદ રહેલી અંતિમ T20 મૅચમાં સામેલ થયા પછી ભુવીની ન્યુ ઝીલૅન્ડ સામેની પાંચ T20 મૅચની સંપૂર્ણ સિરીઝમાં સામેલ થવાની શક્યતા પણ વધી ગઈ છે. છેલ્લે નવેમ્બર ૨૦૨૨માં ભુવનેશ્વર કુમારે છેલ્લી વિદેશ-ટૂર ન્યુ ઝીલૅન્ડની જ કરી હતી. 
ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર કહે છે, ‘મને લાગે છે કે ભુવનેશ્વર ન્યુ ઝીલૅન્ડની પરિસ્થિતિઓનો ખરેખર આનંદ માણશે. જો પિચ પરથી થોડી પણ મદદ મળે તો તે ચોક્કસપણે એનો પૂરો લાભ ઉઠાવશે. ભારતની સપાટ પિચો પર પણ તે સ્વિંગ કરાવવામાં સફળ રહે છે. તેથી અહીં નવા બૉલ સાથે તે નિઃશંકપણે એક મોટો પડકાર સાબિત થશે.’
ભારતીય કૅપ્ટન શ્રેયસ ઐયર કહે છે, ‘ભુવી ચોક્કસપણે ટીમમાં ઘણો અનુભવ લઈને આવે છે. ખાસ કરીને IPL પછી અમારી પાસે આ અનુભવની થોડી કમી હતી, કારણ કે અમારી ટીમમાં ઘણા નવા બોલરો હતા. પરંતુ T20માં જો તમે તેના કરીઅર-ગ્રાફ પર નજર નાખો તો તેણે છેલ્લાં બે વર્ષમાં IPL જીતી છે. તેથી આ ફૉર્મેટમાં કેવી રીતે પ્રભુત્વ જમાવવું એના વિશે તેને ખૂબ સારી સમજ છે.’

ન્યુ ઝીલૅન્ડ સામે ભુવીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટની ૨૬ મૅચમાં ૩૪ વિકેટ લીધી છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડમાં ૧૫ મૅચમાં ૧૫ વિકેટ લીધી છે. T20 ફૉર્મેટની વાત કરીએ તો ન્યુ ઝીલૅન્ડ સામે ૧૧ T20 મૅચમાં ૯ વિકેટ અને ન્યુ ઝીલૅન્ડમાં પાંચ T20 મૅચ રમીને ૪ વિકેટ લીધી છે.

 

team india new zealand indian cricket team cricket news test cricket sports sports news t20 international