WTCના ઇતિહાસમાં ૨૦૦ વિકેટ લેનાર પહેલવહેલો બોલર બન્યો પૅટ કમિન્સ

07 January, 2025 09:08 AM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ૨૦૦ વિકેટ લેનાર તે પહેલો બોલર બન્યો છે. વર્તમાન WTC સીઝનમાં જસપ્રીત બુમરાહ (૭૭ વિકેટ) બાદ ૭૩ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર તે બીજો બોલર છે.

પૅટ કમિન્સ

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અને ફાસ્ટ બોલર પૅટ કમિન્સે બૉર્ડર-ગાવસકર ટ્રોફી ૨૦૨૪-૨૫માં કાંગારૂ ટીમ માટે સૌથી વધુ પચીસ વિકેટ ઝડપી હતી. સિડની ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં તેણે ભારતીય ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને આઉટ કરીને મોટી સિદ્ધિ મેળવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં ૨૦૦ વિકેટ લેનાર તે પહેલો બોલર બન્યો છે. વર્તમાન WTC સીઝનમાં જસપ્રીત બુમરાહ (૭૭ વિકેટ) બાદ ૭૩ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર તે બીજો બોલર છે.

કમિન્સ ઑસ્ટ્રેલિયા માટે ૫૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર સાતમો બોલર પણ બન્યો છે. ૨૦૧૧થી અત્યાર સુધી તેણે ૨૧૪ મૅચમાં ૫૦૩ વિકેટ ઝડપી છે. તે WTCના ઇતિહાસમાં કૅપ્ટન તરીકે ૨૦ મૅચ જીતનાર પહેલો કૅપ્ટન પણ બન્યો છે. તેની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાએ WTCમાં ૩૩માંથી ૨૦ ટેસ્ટ-મૅચ જીતી છે. બીજા બાળકના જન્મની સંભાવનાને કારણે તે શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ નહીં રમે એ લગભગ નક્કી છે.

પૅટ કમિન્સનું પ્રદર્શન

મૅચ

૪૭

ઇનિંગ્સ

૮૮

ઓવર

૧૫૩૫.૫

વિકેટ

૨૦૦

ઍવરેજ

૨૨.૬૩

 

india australia border gavaskar trophy pat cummins world test championship sydney jasprit bumrah cricket news sports news sports