ICC વન-ડે રૅન્કિંગમાં ગિલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું, કોહલી ટૉપ-ફાઇવમાં અને રાહુલ ટૉપ-15માં પહોંચ્યો

28 February, 2025 07:00 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

જ્યારે પાકિસ્તાન સામે યાદગાર સેન્ચુરી ફ્ટકારનાર વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે (૭૪૩ રેટિંગ પૉઇન્ટ) પાંચમા ક્રમે પહોંચ્યો છે.

શુભમન ગિલ

વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીના રોમાંચ વચ્ચે ICCના વન-ડે રૅન્કિંગમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર થયા છે. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે (૮૧૭ રેટિંગ પૉઇન્ટ) બંગલાદેશ સામે સેન્ચુરી ફટકારીને ટૉપ બૅટર તરીકે સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પાકિસ્તાન સામે યાદગાર સેન્ચુરી ફ્ટકારનાર વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે (૭૪૩ રેટિંગ પૉઇન્ટ) પાંચમા ક્રમે પહોંચ્યો છે. વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ (૬૨૭ રેટિંગ પૉઇન્ટ) બે પૉઇન્ટના ફાયદા સાથે પંદરમા ક્રમે પહોંચી ગયો છે. રોહિત શર્મા (ત્રીજા ક્રમે) અને શ્રેયસ ઐયરે (નવમા ક્રમે) પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

champions trophy international cricket council shubman gill virat kohli rohit sharma kl rahul shreyas iyer indian cricket team cricket news sports news sports