ગુજરાત ટાઇટન્સ હવે ટેબલ-ટૉપર

11 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનને ૫૮ રનથી સજ્જડ પરાજય આપ્યો. રાજસ્થાનના શિમરન હેટમાયરે ૩૨ બૉલમાં ૪ ફોર અને ૩ સિક્સ સાથે બાવન રન ફટકાર્યા હતા પણ પોતાની ટીમને વિજય નહોતો અપાવી શક્યો. ગુજરાતના સાઈ સુદર્શને સ્ટાઇલિશ બૅટિંગ કરીને ૮૨ રન ફટકાર્યા હતા.

શિમરન હેટમાયરે અને સાઈ સુદર્શન

ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મૅચ વન-સાઇડેડ રહી હતી. ગુજરાતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૧૭ રન કર્યા હતા જેના જવાબમાં રાજસ્થાન ૧૯.૨ ઓવરમાં ૧૫૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ગુજરાત વતી ઓપનર સાઈ સુદર્શન ઝળક્યો હતો, તેણે ૫૩ બૉલમાં ૮૨ રન કર્યા હતા. રાજસ્થાન વતી કૅપ્ટન સંજુ સૅમસન (૨૮ બૉલમાં ૪૧) અને શિમરન હેડમાયર (૩૨ બૉલમાં ૫૨) સિવાય બધા પાણીમાં બેસી ગયા હતા. ગુજરાતના પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ વિકેટ લીધી હતી.

IPLમાં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

નેટ રન-રેટ

પૉઇન્ટ

ગુજરાત

+૧.૪૧૩

દિલ્હી

+૧.૨૫૭

બૅન્ગલોર

+૧.૧૦૫

પંજાબ

૪  

+૦.૨૮૯

લખનઉ

૫ 

૩ 

+૦.૦૭૮

કલકત્તા

૫ 

-૦.૦૫૬

રાજસ્થાન

-૦.૭૩૩

મુંબઈ

૫ 

૪ 

-૦.૦૧૦ 

ચેન્નઈ

૪ 

-૦.૮૮૯ 

હૈદરાબાદ

૫ 

૪ 

-૧.૬૨૯

 

gujarat titans rajasthan royals IPL 2025 cricket news sports news