આજથી એજબૅસ્ટન ટેસ્ટ-મૅચમાં ઇંગ્લૅન્ડ સામે લાજ બચાવવા ઊતરશે પાકિસ્તાન

09 September, 2026 09:43 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનીઓ આ વેન્યુ પર ક્યારેય ટેસ્ટ-મૅચ નથી જીત્યા

વળગાળાના ટેસ્ટ-કોચ માઇક હેસન અને કૅપ્ટન બાબર આઝમ ગ્રાઉન્ડ-સ્ટાફ સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

યજમાન ઇંગ્લૅન્ડ અને મહેમાન ટીમ પાકિસ્તાન વચ્ચે આજથી એજબૅસ્ટનમાં ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝની અંતિમ મૅચ શરૂ થશે. જો રૂટની આગેવાનીમાં ઇંગ્લૅન્ડની ટીમ ૨-૦થી આ સિરીઝ પર કબજો કરી ચૂકી છે. 
હેડ કોચ, બોલિંગ કોચ અને સાત ખેલાડીઓને ડ્રૉપ કર્યા પછી ત્રીજી ટેસ્ટ-મૅચમાં પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન અને રણનીતિ પર સૌની નજર રહેશે. બાબર આઝમની આગેવાની હેઠળની આ ટીમ ઇંગ્લૅન્ડ ટૂરનો જીત સાથે અંત કરી લાજ બચાવવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરશે. 
એજબૅસ્ટનના મેદાન પર ઇંગ્લૅન્ડ ૨૦૨૫ સુધી ૫૭ ટેસ્ટ-મૅચ રમ્યું છે જેમાં ૩૦ જીત, ૧૨ હાર અને ૧૫ ડ્રૉ મૅચનો સમાવેશ થાય છે. પાકિસ્તાન આ મેદાન પર એક દાયકા પછી ટેસ્ટ-મૅચ રમશે. પાકિસ્તાન અહીં રમેલી ૮ ટેસ્ટ-મૅચમાં ક્યારેય નથી જીત્યું. પાંચ મૅચમાં હાર મળી હતી, જ્યારે ત્રણ મૅચ ડ્રૉ રહી હતી. 

england pakistan cricket news test cricket sports news sports