પ્રીતિ ઝિન્ટાની ફ્રૅન્ચાઇઝી પહેલી વાર બની ચૅમ્પિયન

08 October, 2024 11:57 AM IST  |  Caribbean | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગયાના ઍમૅઝૉન વૉરિયર્સને હરાવીને મોટો અપસેટ સરજ્યો સેન્ટ લ્યુસિયા કિંગ્સે

રોહિત શર્માની સ્ટાઇલમાં ફાફ ડુ પ્લેસીએ કરી ચૅમ્પિયન બનવાની ઉજવણી

IPLમાં પંજાબ કિંગ્સ નામની ટીમ ધરાવતી ઍક્ટર પ્રીતિ ઝિન્ટાની કિંગ્સ ફ્રૅન્ચાઇઝી પહેલવહેલી વાર ચૅમ્પિયન બની છે.

૨૦૧૩થી રમાતી કૅરિબિયન પ્રીમિયર લીગની બારમી સીઝનમાં સેન્ટ લ્યુસિયા કિંગ્સે ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાફ ડુ પ્લેસીની કૅપ્ટન્સીમાં આ ટીમે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગયાના ઍમૅઝૉન વૉરિયર્સને ૬ વિકેટથી હરાવીને આ સિદ્ધિ મેળવી છે. આ ટીમનો અફઘાની સ્પિનર નૂર અહમદ ૧૨ મૅચમાં બાવીસ વિકેટ લઈને આ ટુર્નામેન્ટનો પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો છે. ૨૦૦૮થી IPL રમી રહેલી આ ફ્રૅન્ચાઇઝી ભારતની આ સૌથી મોટી લીગમાં હજી સુધી ચૅમ્પિયન બની શકી નથી.

caribbean cricket news preity zinta punjab kings AmazonWarriors Guyana sports news sports