02 March, 2025 10:19 AM IST | Lahore | Gujarati Mid-day Correspondent
અફઘાનિસ્તાન સામેની મૅચ દરમ્યાન કૅચ પકડવા શાનદાર ડાઇવ લગાવી હતી મૅથ્યુ શૉર્ટે, પણ અંતે કૅચ છૂટી ગયો.
લાહોરમાં અફઘાનિસ્તાન સામેની મૅચ દરમ્યાન ઑસ્ટ્રેલિયન ઓપનર મૅથ્યુ શૉર્ટ ઇન્જર્ડ થયો છે. આ ઇન્જરીને કારણે તે ભારત અથવા ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી ચૅમ્પિયન્સ ટ્રોફી સેમી-ફાઇનલ મૅચમાંથી ઑલમોસ્ટ બહાર થઈ ગયો છે. ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન સ્ટીવ સ્મિથ કહે છે કે ‘મને લાગે છે કે તે સંપૂર્ણપણે ફિટ નથી. અમે જોયું કે તે બરાબર હલનચલન કરી શકતો નહોતો. આગામી મૅચમાં તેના માટે સ્વસ્થ થવું મુશ્કેલ બનશે.’
૨૯ વર્ષના મૅથ્યુ શૉર્ટે આ ટુર્નામેન્ટમાં ઇંગ્લૅન્ડ સામે ૬૩ રન અને અફઘાનિસ્તાન સામે ૨૦ રનની ઇનિંગ્સ રમી હતી. હવે તેના સ્થાને આક્રમક બૅટ્સમૅન જેક ફ્રેસર મૅકગર્ક અથવા ઑલરાઉન્ડર ઍરોન હાર્ડી મેદાનમાં ઊતરી શકે છે.