24 April, 2026 04:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રેહાન અહમદ
દિલ્હી કૅપિટલ્સે ગઈ કાલે ઓપનર બેન ડકેટના સ્થાને ઇંગ્લૅન્ડના લેગ-સ્પિનર રેહાન અહમદને રિપ્લેસમેન્ટ ખેલાડી જાહેર કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ માટેની આગામી સિરીઝ માટે ફિટ રહેવા બેન ડકેટે બે કરોડ રૂપિયાનો કરાર તોડ્યો હતો. આ નિર્ણયના લીધે તે IPL-ડેબ્યુ પણ કરી શક્યો નહોતો. પાકિસ્તાની મૂળના ૨૧ વર્ષના રેહાન અહમદે પાંચ ટેસ્ટ-મૅચમાં ૨૨ વિકેટ, નવ વન-ડેમાં ૧૨ વિકેટ અને ૧૩ T20 મૅચમાં ૧૫ વિકેટ લીધી છે. દિલ્હીએ તેને ૭૫ લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. બિગ બૅશ લીગ, ધ હન્ડ્રેડ, ઇન્ટરનૅશનલ લીગ T20 અને T20 બ્લાસ્ટ જેવી ટુર્નામેન્ટ રમનાર આ બોલિંગ ઑલરાઉન્ડર પહેલી વખત IPLમાં રમતો જોવા મળશે.