✕

અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિકને કારણે ૨૧ રનમાં અંતિમ ૬ વિકેટ ગુમાવી

12 October, 2026 05:47 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

એકમાત્ર ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે અફઘાનિસ્તાન સામે બંગલાદેશી ટીમે મેળવી ૩૨૯ રનની જંગી લીડ, અફઘાનિસ્તાને પહેલી ઇનિંગ્સમાં હૅટ-ટ્રિકને કારણે ૨૧ રનમાં અંતિમ ૬ વિકેટ ગુમાવી

હસન મહમૂદે ૨૨૦ રનના સ્કોર પર ત્રણ અફઘાની બૅટર્સની વિકેટ લીધી

અબુ ધાબીમાં ગઈ કાલે એકમાત્ર ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે અફઘાની ટીમ સામે બંગલાદેશે ૩૨૯ રનની જંગી લીડ મેળવી લીધી છે. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશના ૩૪૬ રન સામે અફઘાનિસ્તાને ૨૪૦ રન કર્યા હતા. ગઈ કાલે ત્રીજા દિવસના અંતે બંગલાદેશે બીજી ઇનિંગ્સની 72 ઓવરમાં ૨૨૩-૬નો સ્કોર કર્યો હતો.
ત્રીજા દિવસની શરૂઆતમાં અફઘાનિસ્તાનનો સ્કોર ૭૯ ઓવરમાં ૨૧૧ રન હતો. અફઘાને પહેલી ઇનિંગ્સમાં ૨૧ રનમાં અંતિમ ૬ વિકેટ ગુમાવી હતી. કૅપ્ટન રહમત શાહે ૨૧૬ બૉલમાં ૧૦ ફોર, ૨ સિક્સની મદદથી અણનમ ૧૦૫ રન કર્યા હતા. અફઘાન માટે ટેસ્ટ-કૅપ્ટન્સી ડેબ્યુ પર સેન્ચુરી ફટકારનાર તે પહેલો બૅટર બન્યો હતો. 
બંગલાદેશના ફાસ્ટ બોલર્સ હસન મહમૂદે પાંચ વિકેટ અને ઇબાદત હુસેને ૪ વિકેટ લીધી હતી. હસન મહમૂદે ૨૨૦ રનના સ્કોર પર ૮૪મી ઓવરમાં સતત ત્રણ વિકેટ લીધી હતી. ટેસ્ટ-ફૉર્મેટમાં હૅટ-ટ્રિક લેનાર તે પહેલો ફાસ્ટ બોલર બન્યો હતો.
બીજી ઇનિંગ્સમાં કૅપ્ટન નજમુલ હુસેન શાન્તોના ૧૯૧ બૉલમાં ૮૨ રન અને મુશફિકુર રહીમના ૧૪૮ બૉલમાં ૮૧ રનની મદદથી જંગી લીડ મેળવી હતી. 

bangladesh afghanistan cricket news sports news sports