03 January, 2025 12:23 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent
પત્ની બેકી અને દીકરા એલ્બી સાથે પૅટ કમિન્સની ફાઇલ તસવીર
ભારત સામેની સિડની ટેસ્ટ-મૅચ બાદ ઑસ્ટ્રેલિયા માટે શ્રીલંકા-ટૂર પણ મહત્ત્વપૂર્ણ હશે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ના ફાઇનલિસ્ટ બનવાની રેસ માટે શ્રીલંકા-ટૂરની બે ટેસ્ટનાં રિઝલ્ટ પણ અસર કરી શકે છે, પરંતુ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સે આ ટૂર માટે ન જવાના સંકેત આપ્યા છે.
કમિન્સે એક ઇન્ટરવ્યુમાં સંકેત આપ્યો કે તે તેના બીજા બાળકના જન્મની સંભાવનાને કારણે ૨૯ જાન્યુઆરીથી છઠ્ઠી ફેબ્રુઆરી વચ્ચે શ્રીલંકામાં આયોજિત બે મૅચની ટેસ્ટ-સિરીઝ ચૂકી શકે છે. તેની પત્ની બેકી બૉસ્ટન કમિન્સે આ પહેલાં ૨૦૨૧માં દીકરાને જન્મ આપ્યો હતો. પૅટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ અથવા ટ્રૅવિસ હેડ ઑસ્ટ્રેલિયન ટીમની કૅપ્ટન્સી કરશે.