✕

૨૮મી વર્ષગાંઠના દિવસે ઘાયલ થયેલો વિલ જૅક્સ ઑસ્ટ્રેલિયાની ટૂરમાંથી આઉટ

23 November, 2026 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચમી T20 મૅચ પહેલાં હૅરી બ્રૂક ટેસ્ટ-સ્ક્વૉડ સાથે જોડાવા સાઉથ આફ્રિકા જવાનો હોવાથી વિલ જૅક્સ એ મૅચમાં કૅપ્ટન્સીની જવાબદારી સંભાળવાનો હતો.

લોહીલુહાણ હાથને જોતો વિલ જૅક્સ.

ઑસ્ટ્રેલિયાની વાઇટ-બૉલ ટૂર પર ગયેલી ઇંગ્લૅન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. ઑલરાઉન્ડર વિલ જૅક્સ પહેલી T20 મૅચમાં બોલિંગ સમયે રિટર્ન કૅચ પકડવાના પ્રયાસમાં ઘાયલ થયો હતો. આંગળીઓમાંથી લોહી વહેતું હોવાથી તેણે નિર્ણાયક તબક્કામાં મૅચ છોડવી પડી હતી. હવે તે આખી ટૂરમાંથી બહાર થઈને ઘરે પરત ફર્યો છે. શનિવારે વિલ જૅક્સની ૨૮મી વર્ષગાંઠ પણ હતી. કરીઅરમાં પહેલી વખત તેને આ ઑસ્ટ્રેલિયા ટૂર પર અંગ્રેજ ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો. પાંચમી T20 મૅચ પહેલાં હૅરી બ્રૂક ટેસ્ટ-સ્ક્વૉડ સાથે જોડાવા સાઉથ આફ્રિકા જવાનો હોવાથી વિલ જૅક્સ એ મૅચમાં કૅપ્ટન્સીની જવાબદારી સંભાળવાનો હતો.

sports news sports t20 international cricket news australia england