બુમરાહ ભારત પાછો આવ્યો : પત્ની સંજના બાળકને જન્મ આપવાની તૈયારીમાં?

04 September, 2023 02:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયાની પેસ બૅટરીનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ગઈ કાલે અંગત કારણસર થોડા દિવસ માટે સ્વદેશ પાછો ફર્યો હતો

જસપ્રીત બુમરાહ-પત્ની સંજના

ટીમ ઇન્ડિયાની પેસ બૅટરીનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ ગઈ કાલે અંગત કારણસર થોડા દિવસ માટે સ્વદેશ પાછો ફર્યો હતો. કોલંબોથી મુંબઈ બપોરે ૩.૩૦ વાગ્યે આવતી વિસ્તારા ઍરલાઇન્સ UK 132માં બુમરાહ મુંબઈ આવવા રવાના થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બુમરાહ અંગત કારણસર સ્વદેશ પાછો ફર્યો છે. કહેવાય છે કે બુમરાહની પત્ની સંજના પ્રથમ બાળકને જન્મ આપવાની તૈયારીમાં હોવાથી બુમરાહ પાછો આવી રહ્યો છે. આજે નેપાલ સામેની મૅચમાં તે નહીં રમે. સુપર ફોર રાઉન્ડમાં બુમરાહ ટીમ સાથે ફરી જોડાશે એવા અહેવાલ છે.

jasprit bumrah indian cricket team asia cup cricket news sports news sports