16 December, 2025 11:06 AM IST | Adelaide | Gujarati Mid-day Correspondent
ગસ ઍટકિન્સન
બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લૅન્ડની ટીમે ઍડીલેડ ખાતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ઍશિઝ મૅચ માટે એની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ફાસ્ટ બોલિંગ-અટૅકમાં ગસ ઍટકિન્સનની જગ્યાએ જોશ ટૉન્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઍડીલેડની પિચ સૌથી વધુ સ્પિન-ફ્રેન્ડ્લી હોવા છતાં ઇંગ્લૅન્ડે યંગ સ્પિનર શોએબ બશીરને તક નથી આપી.
૧૫ ટેસ્ટ-મૅચનો અનુભવ ધરાવતો ૨૭ વર્ષનો ઍટકિન્સન સમગ્ર સિરીઝમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ૫૪ ઓવરમાં ફક્ત ત્રણ વિકેટ લીધી છે. તેણે ૭૮.૬૬ની ઍવરેજથી બોલિંગ કરીને બે હારેલી ટેસ્ટ-મૅચમાં ૨૩૬ રન આપી દીધા હતા. ૨૮ વર્ષનો જોશ ટૉન્ગ ઇંગ્લૅન્ડ માટે ૬ ટેસ્ટ-મૅચમાં ૩૧ વિકેટ લઈ ચૂક્યો છે. તે ઑસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ-મૅચ ૨૦૨૩માં રમ્યો હતો જેમાં તેણે પાંચ વિકેટ લીધી હતી.