05 April, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં જાયન્ટ કોબ્રા જેવો સાપ ફેણ લગાવીને બેઠો છે અને એક માણસ તેની ફેણના માથે હળવેકથી હાથ ફેરવે છે. કહેવાય છે કે સાપની સામે નિર્ભયતાથી અને જરાય થડકારા વિના તમે શાંત થઈ જાઓ તો સાપ તમને કંઈ નથી કરતો. વિડિયોમાં દેખાઈ રહેલા ભાઈમાં આવી જ શાંતિ વર્તાય છે. પહેલાં માથે હાથ ફેરવ્યા પછી એ ભાઈ ધીમે-ધીમે પોતાનું માથું સાપની ફેણ સુધી લાવે છે અને સાપના માથાને હળવેકથી પોતાના કપાળે લગાવે છે. સોશ્યલ મીડિયા પર એક જણે લખ્યું છે, ‘સાચે જ જોનારના શરીરમાંથી લખલખું પસાર થઈ જાય એવું દૃશ્ય.’