આ બેડ ભૂકંપથી બચાવશે

11 February, 2023 11:15 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ભારતમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

આ બેડ ભૂકંપથી બચાવશે

ટર્કી અને સિરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે અને હજારોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. જોકે ભૂકંપ તો કુદરતી હોનારત છે, જેને કોઈ રોકી ન શકે. જોકે એ સ્થિતિનો સામનો કરવા માટે પૂરેપૂરી તૈયારી કરી શકાય છે. આવી જ તૈયારીના ભાગરૂપે અર્થક્વેક પ્રૂફ બેડનો કન્સેપ્ટ આવ્યો છે. ટર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપ બાદ સોશ્યલ મીડિયા પર આવા બેડની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો:  આ રૂમમાં તમે ઇચ્છો એ તોડફોડ કરી શકો છો

ચાઇનીઝ ઇન્વેન્ટર વાંગ વેન્ક્સીએ શરૂઆતમાં અર્થક્વેક પ્રૂફ બેડ માટે પેટન્ટ મેળવી હતી. તેઓ સતત આ બેડની ડિઝાઇનમાં ફેરફાર કરતા રહે છે આ બેડના વિડિયોમાં જોવા મળ્યું હતું કે મેટલથી બનેલા આ બેડની હાઇટ ખાસ્સી એવી છે, જેમાં સેન્સર્સ લગાવવામાં આવ્યાં છે. ભૂકંપના આંચકા અનુભવાતાં જ બેડ વચ્ચેથી ખૂલી જાય છે અને એના પર સૂઈ જનાર વ્યક્તિ બેડની અંદર જતો રહે છે અને એની સાથે જ આ બેડનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે. આ બેડની ખાસિયત એ છે કે એની અંદર ફૂડ-પાણીને સ્ટોર કરવાની વ્યવસ્થા પણ છે, જેનાથી વ્યક્તિ તરસ્યો કે ભૂખ્યો નહીં રહે અને કાટમાળમાંથી તેને બહાર કાઢવામાં આવે ત્યાં સુધી તે અંદર સુરક્ષિત રહી શકે છે. એ સિવાય એમાં મેડિકલ કિટ્સ અને ટૂલ્સની પણ વ્યવસ્થા છે. આમ તો આ વિડિયો જૂનો છે, પરંતુ ટર્કી અને સિરિયામાં આવેલા ભૂકંપ બાદ એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. 

offbeat news viral videos earthquake china turkey syria