30 January, 2025 02:19 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
eBay પર ઘણા યુઝર્સે જેના પર ટિકટૉક ઍપ ડાઉનલોડ કરી હોય એવા યુઝ્ડ આઇફોન વેચવા મૂક્યા.
અમેરિકામાં તાજેતરમાં ટિકટૉક ઍપ પર પહેલાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પછી ડોનલ્ડ ટ્રમ્પના આદેશથી હટાવી લેવામાં આવ્યો. આ સંજોગોમાં eBay પર ઘણા યુઝર્સે જેના પર ટિકટૉક ઍપ ડાઉનલોડ કરી હોય એવા યુઝ્ડ આઇફોન વેચવા મૂક્યા.
eBay પર 128GB અને ટિકટૉક ઍપવાળા એક આઇફોન 15 પ્રોની કિંમત ૪.૯૭ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૪૩ કરોડ રૂપિયા રાખવામાં આવી હોય એવા કિસ્સા જોવામાં આવ્યા છે.
ડોનલ્ડ ટ્રમ્પે ટિકટૉક ઍપ પરનો પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં જે યુઝર્સે ઍપ ડિલીટ કરી નાખી હતી તેમને ટિકટૉક ઍપ ફરી ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટિકટૉક ઍપ ફરી ડાઉનલોડ કરતી વખતે ગૂગલ પર નોટિફિકેશન આવે છે, ‘ડાઉનલોડ્સ ફૉર ધિસ ઍપ આર પૉઝ્ડ ડ્યુ ટુ કરન્ટ લીગલ રિક્વાયરમેન્ટ.’ આઇફોન પર પણ મેસેજ આવે છે કે ‘ટિકટૉક ઍન્ડ બાઇટડાન્સ ઍપ્સ આર નૉટ અવેલેબલ ઇન ધિસ કન્ટ્રી.’ એ ઍપનું ડાઉનલોડ થઈ શકતું નથી એટલે અત્યારે eBay પર ટિકટૉક ઍપવાળા યુઝ્ડ મોબાઇલ ફોનની મોંઘા ભાવે ભરમાર લાગી છે.