06 April, 2025 09:39 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
રંગબેરંગી બતક
સામાન્ય રીતે બતક સફેદ દૂધ જેવું હોય છે, પણ કર્ણાટકના પહાડોમાં એક એવું બતક જોવા મળ્યું છે જે જોઈને વૈજ્ઞાનિકો પણ અચંબિત છે. આ બતકને પૂંછડી જેવું પણ છે. બેલગાવી જિલ્લાના રામદર્ગુ પાસેના પહાડોમાં આ રંગબેરંગી બતક જોવા મળ્યું છે. આ નવી પ્રજાતિનું બતક દેખાવમાં ખૂબ જ સુંદર છે. ઝાડીદાર પહાડોમાં જોવા મળતું બતક ચમકદાર રંગોવાળું, સંવેદનશીલ અને શરમાળ છે. આ પ્રજાતિમાં નર બતક વધુ ચમકીલા રંગોવાળું હોય છે, જ્યારે માદા બતક થોડુંક ફિક્કું હોય છે. પ્રાણીવિશેષજ્ઞ શશિકાંત કમ્બન્નવરે આ નવી બતકની પ્રજાતિની શોધ કરી છે. કરોળિયાઓ પર અભ્યાસ કરતી વખતે વિશેષજ્ઞની નજર આ બતક પર પડી હતી. આ બતકને અંગ્રેજીમાં પૅન્ટેડ સ્પૅરોફાઉલ કહેવાય છે અને વૈજ્ઞાનિક નામ ગૅલોપાર્ડિક્સ લુનુલતા છે. રંગીન નર બતકની પૂંછ અને પાંખો કાળી હોય છે અને કિનારે સફેદ રંગના ધબ્બા હોય છે. માદા બતકના શરીર પર કોઈ સફેદ ધબ્બા નથી હોતા.