સાચી રેસમાં પણ કાચબો જ જીત્યો

02 October, 2024 02:06 PM IST  |  China | Gujarati Mid-day Correspondent

આપણે નાનપણથી કાચબા અને સસલાની રેસની વાર્તા સાંભળતા આવ્યા છીએ. પવનવેગે દોડતું સસલું અભિમાનને કારણે સાવ ધીમી ગતિએ ચાલતા કાચબા સામે હારી જાય છે.

સાચી રેસમાં પણ કાચબો જ જીત્યો

આપણે નાનપણથી કાચબા અને સસલાની રેસની વાર્તા સાંભળતા આવ્યા છીએ. પવનવેગે દોડતું સસલું અભિમાનને કારણે સાવ ધીમી ગતિએ ચાલતા કાચબા સામે હારી જાય છે. આ બાળવાર્તાને સઈ પરાંજપેએ ‘કથા’ ફિલ્મમાં સરસ રીતે બતાવી છે. પરંતુ ખરેખર આવું હોય ખરું એવો સવાલ થાય, કારણ કે એ તો બોધપાઠ આપતી વાર્તા છે. સાચ્ચે રેસ લગાવી હોય તો કાચબો થોડો સસલાથી જીતે? કદાચ આ જ સવાલનો જવાબ મેળવવા સસલા અને કાચબાની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશ્ચર્યજનક રીતે વાર્તાની જેમ સાચી રેસમાં પણ કાચબો જ જીત્યો હતો. આ રેસનો વિડિયો સોશ્યલ મીડિયામાં એટલો વાઇરલ થયો છે કે વાત ન પૂછો.

china beijing animal race social media offbeat news