02 November, 2026 02:37 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
સમીરે પોતાનું અકાઉન્ટ બ્લૉક થયું હોવાની જાણ સાઇબર પોલીસને કરી તો તપાસમાં ખબર પડી કે આ તો કોઈ ટેક્નિકલ ખામી હતી
રાજસ્થાનના સીકરમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા બાવીસ વર્ષના સમીર ખાનનો પગાર ૧૦,૦૦૦ રૂપિયા છે. જોકે જ્યારે ૨૮ ઑક્ટોબરે સમીરે મોબાઇલ રીચાર્જ કરવા માટે બૅન્કની ઍપ ખોલી તો પિન નાખ્યા પછી તેના અકાઉન્ટનું બૅલૅન્સ શૂન્ય હતું, પરંતુ લિએન એટલે કે અકાઉન્ટમાં આવનારી સત્તાવાર રકમ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા દેખાતી હતી. અલબત્ત, એને કારણે તેનું અકાઉન્ટ બ્લૉક થઈ ગયેલું જણાતું હતું અને તેના અકાઉન્ટમાં જે ૫૫,૦૦૦ રૂપિયા હતા એ પણ બ્લૉક થઈ ગયા હતા. સમીરે પોતાનું અકાઉન્ટ બ્લૉક થયું હોવાની જાણ સાઇબર પોલીસને કરી તો તપાસમાં ખબર પડી કે આ તો કોઈ ટેક્નિકલ ખામી હતી. હકીકતમાં તેના ખાતામાં કોઈ રકમ જમા થવાની નહોતી કે થઈ નહોતી. તપાસ બાદ સમીરના અકાઉન્ટમાં જે ૫૫,૦૦૦ રૂપિયા હતા એ વાપરવા પરનો બ્લૉક હટાવી લેવામાં આવ્યો હતો.