આ લિ‍ન્ક્ડઇનની ઑફિસ છે, મીઠાઈની દુકાન ન સમજતા

03 October, 2024 02:48 PM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

લિન્ક્ડઇન ઇન્ડિયાના કમ્યુનિટી મૅનેજર રોનક રામટેકે હમણાં જ બૅન્ગલોરની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. તેમણે ઑફિસ-કલ્ચર બતાવતા ૩ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા છે.

લિન્ક્ડઇન ઑફિસ

ઑફિસનું વાતાવરણ અનુકૂળ હોય, સ્વતંત્રતા લાગતી હોય તો કર્મચારીઓની કામ કરવાની શક્તિ બેવડાઈ જાય છે. જાન્યુઆરીથી અઠવાડિયામાં પાંચ દિવસ ઑફિસ આવીને કામ કરવાના નિર્ણય સામે ઍમૅઝૉનના કર્મચારીઓ દુખી થયા છે ત્યારે લિન્ક્ડઇનમાં નોકરી ન કરતા હોઈએ તો પણ જઈ આવવાનું મન થઈ આવે એવી બૅન્ગલોરની ઑફિસ બનાવી છે. અહીં દરેક રૂમને મીટિંગ રૂમ, ડિસ્કશન રૂમ જેવાં ચીલાચાલુ નામ નથી અપાયાં, અહીં આવી રૂમ ‘કાજુકતલી’ ‍અને ‘ગુલાબજામુન’તરીકે ઓળખાય છે. લિન્ક્ડઇન ઇન્ડિયાના કમ્યુનિટી મૅનેજર રોનક રામટેકે હમણાં જ બૅન્ગલોરની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા. તેમણે ઑફિસ-કલ્ચર બતાવતા ૩ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા છે. રામટેકેના કહેવા પ્રમાણે રૂમને ‘કાજુકતલી અને ‘ગુલાબજામુન’ જેવાં નામ આપીને કૉર્પોરેટ કલ્ચર અને ભારતીય સંસ્કૃતિનું મિશ્રણ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ માટે ઑફિસમાં ગેમિંગ-રૂમ છે. ત્યાં કર્મચારીઓ ક્રિકેટ પણ રમી શકે છે અને એ રીતે વાતાવરણ હળવું રહે છે. એક ખાસ પ્રકારની મ્યુઝિક રૂમ પણ બનાવાઈ છે. અહીં કર્મચારીઓ આરામ કરી શકે છે અને રચનાત્મકતા અનુભવી શકે છે.

bengaluru instagram viral videos social media offbeat news news national news life masala