૩,૧૧,૦૦૦ વખત રામ લખીને આ ટીનેજરે બનાવ્યું રામ દરબારનું ચિત્ર

13 January, 2025 02:02 PM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

ઇન્દોરની ૧૬ વર્ષની વિદ્યાર્થિની અંજની પોરવાલે ત્રણ લાખથી વધુ વાર રામ લખીને રામ દરબારનું અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું હતું. અંજની અગિયારમા ધોરણમાં ભણે છે.

ઇન્દોરની ૧૬ વર્ષની વિદ્યાર્થિની અંજની પોરવાલે ત્રણ લાખથી વધુ વાર રામ લખીને રામ દરબારનું અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું.

ઇન્દોરની ૧૬ વર્ષની વિદ્યાર્થિની અંજની પોરવાલે ત્રણ લાખથી વધુ વાર રામ લખીને રામ દરબારનું અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું હતું. અંજની અગિયારમા ધોરણમાં ભણે છે. લૉકડાઉન પહેલાં તેને જરાય ડ્રૉઇંગનો શોખ નહોતો. લૉકડાઉનમાં નવરાશના સમયમાં કરવાની પ્રવૃત્તિ તરીકે તેણે ડ્રૉઇંગ શરૂ કરેલું અને પછી તો તેણે જાતજાતનાં પેઇન્ટિંગ્સ બનાવીને તેની કલાને નિખારી છે.  રામ દરબારના આ પેઇન્ટિંગમાં તેણે અલગ-અલગ રંગની પેનથી ૩,૧૧,૦૦૦ વાર રામનામ લખ્યું છે. પહેલાં તેણે રામ દરબારની આઉટલાઇન બનાવી હતી અને એ પછી અંદર રંગ પૂરવા માટે રામનું નામ વિવિધ શેડની પેનથી લખ્યું હતું. એને કારણે દૂરથી આ ચિત્ર જુઓ તો ખબર જ નથી પડતી કે એ રામનામથી બન્યું છે. આ કૃતિ તેણે ઇન્દોરના રણજિત હનુમાન મંદિરમાં ભેટ આપ્યું છે.

indore lockdown religion national news news offbeat news