IT પાર્ક બનાવવા માટે ૪૦૦ એકરમાં ફેલાયેલા જંગલનાં વૃક્ષોને કાપતી વખતે મોરોનું રુદન કાળજું કંપાવી રહ્યું છે

06 April, 2025 09:08 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

મોર અને પંખીઓના સામૂહિક રુદનનો કાળજું કંપાવી નાખે એવો અવાજ આવી રહ્યો છે

જંગલ

તેલંગણની હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસેના કાંચા ગાચીબોવલી વિસ્તારમાં IT પાર્ક બનાવવા માટે ૪૦૦ એકરમાં ફેલાયેલા જંગલને કાપવામાં આવી રહ્યું છે. આ જંગલને બચાવવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ જંગલમાં ૪૫૫ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની વન્યસૃષ્ટિ વિકસી રહી છે. આ વન્યસૃષ્ટિને બચાવવા માટે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને છતાં તેલંગણ સરકારનું જંગલ કાપવાનું અભિયાન પૂરવેગે ચાલી રહ્યું છે. મણિપુરના ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટે હૈદરાબાદ યુનિવર્સિટીના સપોર્ટમાં ટ્વિટર પર એક વિડિયો મૂક્યો છે જેમાં ડઝનબંધ અર્થમૂવર જંગલ કાપવાનું કામ કરી રહ્યાં છે અને પાછળ મોર અને પંખીઓના સામૂહિક રુદનનો કાળજું કંપાવી નાખે એવો અવાજ આવી રહ્યો છે. 

telangana hyderabad wildlife environment india