મજાકમસ્તીમાં ઝઘડો થયો અને એક દોસ્તે ઍર-કૉમ્પ્રેસરથી બીજા દોસ્તના પ્રાઇવેટ પાર્ટમાં હવા ભરતાં આંતરડાં ફાટી ગયાં

10 April, 2026 06:10 PM IST  |  Gurugram | Gujarati Mid-day Correspondent

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ ઍર-કૉમ્પ્રેસરમાં પ્રેશર એટલું હોય છે કે શરીરના કોઈ પણ છિદ્ર પર લગાવવામાં આવે તો એ હવા બૉમ્બ જેવું કામ કરે છે અને ગણતરીની પળોમાં આંતરિક અવયવોને નષ્ટ કરી દે છે.

આરોપીની ધરપકડ

ગુરુગ્રામમાં રામપુરા ક્ષેત્રમાં એક વર્કશૉપમાં કામ કરતા બે દોસ્તો વચ્ચે મજાકમસ્તી દરમ્યાન ઝઘડો થઈ ગયો. મંગળવારે બપોરે ૪૦ વર્ષના નરેશ અને હરવિંદર નામના બે દોસ્તો કામ કરતાં-કરતાં મજાક કરી રહ્યા હતા. એવામાં તેમની વચ્ચે ઝઘડો થયો. ગુસ્સાના આવેશમાં નરેશે તેના હાથમાં હતું એ ઍર-કૉમ્પ્રેસર હરવિંદરના પ્રાઇવેટ પાર્ટમાં ઘુસાડીને મશીન ચાલુ કરી દીધું. થોડી જ વારમાં અતિશય હવાના પ્રેશરને કારણે હરવિંદરનું પેટ ફૂલતું ગયું અને પછી અંદરનાં આંતરડાં ફાટી ગયાં અને પેટ ફાડીને બહાર નીકળી ગયાં. એ પછી પણ તેના શરીરમાં જીવ હતો. લોહીલુહાણ હાલતમાં હરવિંદરને વર્કશૉપના અન્ય લોકો હૉસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ જીવ બચી શક્યો નહોતો. હરવિંદર એ કંપનીમાં વેલ્ડરનું કામ કરતો હતો અને નરેશ અર્થમૂવર ડ્રાઇવર હતો. વિશેષજ્ઞોનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ ઍર-કૉમ્પ્રેસરમાં પ્રેશર એટલું હોય છે કે શરીરના કોઈ પણ છિદ્ર પર લગાવવામાં આવે તો એ હવા બૉમ્બ જેવું કામ કરે છે અને ગણતરીની પળોમાં આંતરિક અવયવોને નષ્ટ કરી દે છે.

offbeat news gurugram national news gujarati mid day Crime News