02 November, 2026 02:11 PM IST | China | Gujarati Mid-day Correspondent
બૅટલશિપ ૭૦૦ નામની કાર
ઝીલી નામની કાર બનાવતી ચીનની કંપનીએ બૅટલશિપ ૭૦૦ નામની એક કાર બનાવી છે. આ કારની પાછળ ૧૧.૫ હૉર્સપાવરના બે પ્રૉપેલર લગાવ્યા છે. એને કારણે આ કાર પાણીમાં ઊતર્યા પછી પણ ડૂબતી નથી. પ્રોપેલરની મદદથી ૬.૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. કારમાં એક ખાસ ડિટેક્ટિંગ સિસ્ટમ પણ છે જે પાણીમાં અંદર સામે બીજી કઈ ચીજો છે એ પણ ટ્રૅક કરે છે. આ કાર ૪૦ મિનિટ સુધી પાણીમાં ચાલી શકે છે. ચીનમાં પાણીમાં ફસાયેલા લોકોને ઇમર્જન્સીમાં બહાર કાઢવા માટે આ ટેક્નૉલૉજી ધરાવતી કાર ખૂબ કામ લાગી શકે છે.