14 April, 2025 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૃક્ષ પર અટકેલી કાર
Ankurprajapati600 નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર કરવામાં આવ્યો છે. એમાં એક પાર્કની સાઇડમાં આવેલા વૃક્ષ પર એક કાર અટકી પડી છે. પહેલી નજરે તો એવું લાગે છે કે આ કોઈ નકલી વિડિયો જ હોવો જોઈએ, પરંતુ એવું નથી. વિડિયોમાં આસપાસના લોકોની વાત પરથી આ ઘટના બે દિવસ પહેલાં બની હોય એવું જણાય છે. જોકે કાર ક્યાંથી ઝાડ પર ચડી ગઈ એ કોયડો કોઈ સુલઝાવી શક્યું નથી. કોઈક ઍક્સિડન્ટને કારણે કાર ચડી ગઈ હોય તો એના ડ્રાઇવરનું શું થયું એનો જવાબ પણ કોઈ આપી શક્યું નથી. આસપાસમાં ભીડ પણ ખાસ્સી જમા થઈ રહી છે અને કારને કોઈ નુકસાન પણ થયું નથી એને કારણે જાણે કારને સમજી-વિચારીને ત્યાં ઉપર સેટ કરવામાં આવી હશે એવી અટકળો પણ લગાવાઈ રહી છે.