મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળમુક્ત, અહીં ગાળ આપવા પર ૫૦૦ રૂપિયા દંડ થાય છે

10 April, 2026 06:32 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

કોઈ પ્રભાવશાળી કે પૈસાદાર ગામવાસી પણ ગાળ બોલે તો તેને પણ આ જ સજા થાય છે.

મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળમુક્ત

વેબસિરીઝ અને ફિલ્મોએ ગાળોને બહુ જ સામાન્ય બનાવી દીધી છે ત્યારે મધ્ય પ્રદેશના બુરહાનપુર પાસેના બોરસર ગામે સંસ્કારની પહેલ કરતાં ગામને ગાળોમુક્ત બનાવવાની પહેલ કરી છે. આ ગામ સ્વચ્છતા જાળવવા માટે તો મથી જ રહ્યું છે, પરંતુ અહીંના લોકોએ લોકોની બોલીને પણ સાફ રાખવાની પહેલ કરી છે. આ ગામમાં ગાળ બોલવા પર દંડની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ ગાળ બોલે તો ૫૦૦ રૂપિયાનો દંડ થાય છે અને એ ઉપરાંત એક કલાક સુધી ગામના કૉમન એરિયાની સફાઈ કરવી પડે છે. આ સજા ઑન ધ સ્પૉટ થાય છે. કોઈ પ્રભાવશાળી કે પૈસાદાર ગામવાસી પણ ગાળ બોલે તો તેને પણ આ જ સજા થાય છે.

offbeat news madhya pradesh social media gujarati mid day national news