08 February, 2025 08:50 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ઓલા-ઉબર ન મળી તો ‘સામાન’ બનીને પોર્ટર ઍપની બાઇક પર ઑફિસ પહોંચ્યો આ યુવાન
બૅન્ગલોરમાં ટ્રાફિક અને લાંબા સમય સુધી ઓલા કે ઉબરની ટૅક્સી ન મળવાની સમસ્યાથી રહેવાસીઓ પરેશાન છે. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ ઓલા કે ઉબરની ટૅક્સી ન મળી એટલે બૅન્ગલોરના એક યુવાને એક અસામાન્ય રસ્તો શોધી કાઢ્યો હતો. તેણે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વપરાતી પોર્ટર ઍપ પર રાઇડ બુક કરી હતી અને પોર્ટર ઍપ દ્વારા મોકલવામાં આવેલા રાઇડરને પોતાને એક સામાન ગણીને ઑફિસ લઈ જવાનું કહ્યું હતું. આ અનુભવ તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરતાં પોતાનો પોર્ટરના ટૂ-વ્હીલર પર બેઠેલો ફોટો મૂક્યો છે અને લખ્યું છે, ‘ઓલા અને ઉબર ન મળવાને કારણે મારે પોતાની જાતને ઑફિસ પહોંચાડવા માટે પોર્ટરની મદદ લેવી પડી.’