01 December, 2024 02:07 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
રામનાથ શેનૉય
બૅન્ગલોરના રામનાથ શેનૉય લગ્નના ૩૬ કલાક પહેલાં વિચિત્ર રીતે ભેખડે ભરાઈ ગયા હતા. પીઠી ચોળવાની વિધિ હતી, પણ પોતે પ્રસંગને અનુરૂપ પીળો ઝભ્ભો ભૂલી ગયા. વાત મળી એટલે પીઠી ચોળનારો પરિવાર લાલચોળ થઈ ગયો. રામનાથે તાત્કાલિક માન્યવરમાંથી પીળો ઝભ્ભો ઑર્ડર કર્યો. સ્વિગી ઇન્સ્ટામાર્ટે માત્ર ૮ મિનિટમાં પહોંચતો કર્યો અને દસમી મિનિટે રામનાથ નવો ઝભ્ભો પહેરીને પીઠી ચોળાવવા તૈયાર થઈ ગયો. આ સમસ્યા ઉકેલાઈ ત્યાં બીજી ઊભી થઈ. વિધિ પૂરી થતાં સુધીમાં વરરાજા ભીંજાઈ ગયા અને વધારાનાં આંતરવસ્ત્રો પણ નહોતાં. ફરી પાછો ઇન્સ્ટામાર્ટને કૉલ જોડ્યો અને ૧૦ મિનિટમાં નવી જોડી હાજર થઈ ગઈ. આ આખો પ્રસંગ રામનાથ શિનૉયે સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. તેમણે લખ્યું છે કે હું આ લોકોને લગ્નના આમંત્રિતોની યાદીમાં ઉમેરી શકું છું. કંપનીએ પણ શિનૉયની પોસ્ટનો જવાબ આપતાં લખ્યું છે કે તમારા માયાળુ શબ્દો અમારે માટે બહુ મહત્ત્વના હોય છે.