31 December, 2024 03:08 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
હેલ્મેટમાંથી નીકળ્યો બેબી કોબ્રા
દક્ષિણ ભારતના કોઈ શહેરની આ ઘટના છે જે @ManojSh28986262 નામના ટ્વિટર યુઝરે શૅર કરી છે. એક માણસ સ્કૂટી ચલાવવા જતાં પહેલાં હેલ્મેટ માથે પહેરે છે અને તેને માથા પર બેબી કોબ્રા દંશ દઈ દે છે. તરત જ તે હેલ્મેટ તો કાઢી નાખે છે, પણ પછી તે બેભાન થઈને બાઇક પર જ ઢળી પડે છે. આસપાસના લોકો તરત જ એને ઉપાડીને બીજી ગાડીમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ જાય છે. જોકે એ પછી સ્નેકકૅચર દ્વારા તેના હેલ્મેટમાંથી બેબી કોબ્રા પકડવામાં આવે છે. કહેવાય છે કે કોબ્રા કરતાંય બેબી કોબ્રાનું વિષ વધુ સ્ટ્રૉન્ગ હોય છે. ટૂંકમાં, ટૂ-વ્હીલર ચલાવતા હો તો હેલ્મેટ માથે લગાવતાં પહેલાં એમાં કશું ભરાયું તો નથીને એ ચેક કરી લેવું જરૂરી છે.