23 January, 2025 10:35 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાઇકલસવારો જ્યારે મુખ્ય રસ્તાઓ પર ચલાવતા હોય ત્યારે મોટી કાર, ગાડીઓ કે બાઇક દ્વારા એને અડફેટે લેવાના કિસ્સા દરેક દેશમાં બને છે. જોકે આવું ન થાય એ માટે સેફ સાઇક્લિંગ થઈ શકે એવી સેન્સબાઇક ડેવલપ કરવાની કોશિશ થઈ રહી છે. નેધરલૅન્ડ્સની ડેલ્ફ યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના મેકૅનિકલ એન્જિનિયરિંગના રોબોટિક્સ વિભાગના ડેનિઝ ગોરેન નામના સ્ટુડન્ટે એક સેન્સબાઇક તૈયાર કરી છે. આ બાઇક એની આસપાસના વાતાવરણને સેન્સ કરી લે છે અને ચોક્કસ મીટરના વ્યાસમાં કોઈ ચીજ આવે તો તરત જ અલર્ટ કરે છે. કોઈ વ્યક્તિ ચાલતી હોય કે કાર અથવા બાઇક પસાર થતી હોય તો બાઇક એ પારખી લે છે અને રસ્તામાં વળાંક કે બદલાવ આપમેળે કરી લે છે. હજી આ પ્રાયોગિક સ્તરે ચાલતી બાઇક છે. નિષ્ણાતોનું માનવું છે કે શહેરોમાં સેફ સાઇક્લિંગ પ્રમોટ કરવું હોય તો આવી સેન્સબાઇક જરૂરી છે.