25 September, 2024 01:56 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
મિથિલેશ માંઝી
બિહારના જમુઈમાં 18 વર્ષના મિશિલેશ માઝીને પહેલાં ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) બનવું હતું, પરંતુ એક ગઠિયાએ બે લાખ રૂપિયા લઈને તેને નકલી IPS બનાવી દીધો હતો. પોલીસે તેને પકડ્યો ત્યારે તેને ખબર પડી કે પોતે છેતરાઈ ગયો છે. હવે તેને પોલીસ અધિકારી નથી બનવું પણ ડૉક્ટર બનવું છે. તેનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં પણ વાઇરલ થયો છે. ૨૦ સપ્ટેમ્બરે પોલીસે મિથિલેશને નકલી વર્દી અને નકલી પિસ્ટલ સાથે પકડ્યો હતો.