સેક્સ લાઈફમાં સંતોષ ન મળતા પત્નીએ કરી હત્યા, સર્ચ હિસ્ટ્રીએ કર્યો મર્ડરનો ખુલાસો!

24 July, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Wife Kills Husband for not satisfying her on Bed: મંગળવારે એક 29 વર્ષીય મહિલાની તેના પતિની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેના 32 વર્ષીય પતિની હત્યા કર્યા પછી, તેણે આ મર્ડરને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મંગળવારે એક 29 વર્ષીય મહિલાની તેના પતિની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે તેના 32 વર્ષીય પતિની હત્યા કર્યા પછી, તેણે આ મર્ડરને આત્મહત્યા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના રવિવારે સાંજે દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં બની હતી. બાદમાં, જ્યારે પોલીસે પત્નીના ફોનની સર્ચ હિસ્ટ્રી તપાસી, ત્યારે સ્પષ્ટ થયું કે તેણી `વ્યક્તિને મારવાના રસ્તાઓ` શોધી રહી હતી. ફરઝાના ખાન નામની મહિલાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે તેના પતિ મોહમ્મદ શાહિદ ઉર્ફે ઇરફાનની હત્યા કરી હતી કારણ કે તે પોતાના સંબંધથી ખુશ નહોતી.

સંભોગ દરમિયાન સંતોષ આપી શકતો ન હતો
ફરઝાનાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે શાહિદ તેને સંભોગ દરમિયાન સંતોષ આપી શકતો ન હતો. આ ઉપરાંત, તે દેવામાં ડૂબી ગયો હતો અને ઑનલાઈન જુગાર રમતો હતો. ફરઝાનાએ એ પણ ખુલાસો કર્યો હતો કે તેનું તેના પિતરાઈ ભાઈ સાથે અફેર હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની બંને બરેલીના રહેવાસી હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો
રવિવારે સાંજે, પોલીસને સંજય ગાંધી હૉસ્પિટલથી ફોન આવ્યો કે એક વ્યક્તિને મૃત હાલતમાં લાવવામાં આવ્યો છે. શાહિદના ભાઈ, જે તેના મૃતદેહ સાથે હૉસ્પિટલ પહોંચ્યો હતો, તેણે પોલીસને જણાવ્યું કે ફરઝાનાએ તેને કહ્યું હતું કે શાહિદે દેવાને કારણે આત્મહત્યા કરી છે. પરંતુ તેના શરીર પર ત્રણ ઘા જોઈને પોલીસને શંકા ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું, `પત્નીએ અમને કહ્યું કે તે જુગાર સંબંધિત દેવાને કારણે તણાવમાં હતો અને તેણે પોતાને છરી મારી લીધી. પરંતુ સોમવારે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તે હત્યા હતી. ડૉક્ટરોએ અમને કહ્યું કે શરીર પર જે પ્રકારના ઘા છે, તે કોઈ પોતે કરી શકતું નથી.`

સર્ચ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે...
શંકા વધતી ગઈ તેમ પોલીસે ફરઝાનાનો ફોન ચેક કર્યો. પોલીસે કહ્યું, `અમને ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે `કોઈને ઊંઘની ગોળીઓ (સલ્ફાસ) ખવડાવીને મારી નાખવાની રીતો` શોધવામાં આવી હતી. આ ઉપરાંત, ચેટ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી તે પણ શોધવામાં આવ્યું હતું.` જ્યારે ફરઝાનાની સામે આ પુરાવા મૂકીને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

ફરઝાનાએ કહ્યું કે શારીરિક સંતોષનો અભાવ અને આર્થિક પરિસ્થિતિ બંનેને કારણે તે લગ્નથી ખુશ નહોતી. તેણે એમ પણ કહ્યું કે તેને પતિના પિતરાઈ ભાઈ સાથે અફેર હતું જે બરેલીમાં રહે છે. ફરઝાનાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને વધુ તપાસ ચાલી રહી છે.

new delhi delhi violence delhi news south delhi east delhi murder case Crime News sex and relationships relationships national news news suicide