સ્પૅમ કૉલ કરનારી કંપનીઓ થશે બૅન, આ આકરો નિયમ પહેલી સપ્ટેમ્બરથી લાગુ પડશે

16 August, 2024 01:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૧ સપ્ટેમ્બરથી લાગુ થનારા આ નિયમ પ્રમાણે બલ્ક કનેક્શનનો દુરુપયોગ કરનાર કંપનીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

આપણને સૌથી વધુ સ્પૅમ કૉલનો ત્રાસ હોય છે. સ્પૅમ એટલે અવાંછિત, વણજોઈતા. રોજ આવતા ૧૦માંના પાંચ કૉલ આવા હોય છે. આવા કૉલ પર લગામ તાણવા ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ આકરો નિયમ બનાવ્યો છે. ૧ સપ્ટેમ્બરથી લાગુ થનારા આ નિયમ પ્રમાણે બલ્ક કનેક્શનનો દુરુપયોગ કરનાર કંપનીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે. એ પ્રમાણે ટેલિકૉમ ઑપરેટર્સ રિલાયન્સ જિયો, ઍરટેલ, વોડાફોન-આઇડિયા અને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના PRI (પ્રાઇમરી રેટ ઇન્ટરફેસ) કે SIP (સેશન ઇનિશિએશન પ્રોટોકૉલ) કનેક્શન થકી સ્પૅમ કૉલ કરનાર તમામ કંપનીઓએ પોતાની સર્વિસ બંધ કરવી પડશે. જો સર્વિસ બંધ નહીં થાય તો તમામ ઑપરેટર્સ દ્વારા બે વર્ષ સુધી બ્લૅકલિસ્ટેડ અથવા બૅન કરી દેવામાં આવશે. સ્પામ કૉલ ઉપરાંત અનવેરિફાઇડ લિન્કવાળા તમામ મેસેજ પણ ૨૦૨૪ની ૧ સપ્ટેમ્બરથી બ્લૉક કરી દેવામાં આવશે. વૉઇસ કૉલ, રોબો કૉલ કે પ્રી-રેકૉર્ડેડ કૉલ માટે ખાસ કનેક્શનનો ઉપયોગ કરનારા સ્પૅમર્સ સામે સહેજ પણ રાહ જોયા વિના કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત હોવાનું પણ TRAIએ કહ્યું છે.

trai jio airtel vodafone idea bsnl national news india life masala