તિરુપતિ બાલાજીને ૨૦૨૪માં ૧૩૫૬ કરોડ રૂપિયાનું અધધધ દાન મળ્યું, ૯૯ લાખ લોકોએ મુંડન કરાવ્યું

03 January, 2025 10:50 AM IST  |  tirupati | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ભક્તોએ તિરુપતિ બાલાજીને અધધધ ૧૩૬૫ કરાડ રૂપિયાનો ચડાવો ધર્યો

તિરુપતિ બાલાજી

તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) માટે ૨૦૨૪નું વર્ષ ઐતિહાસિક રહ્યું. આ વર્ષે ભક્તોએ તિરુપતિ બાલાજીને અધધધ ૧૩૬૫ કરાડ રૂપિયાનો ચડાવો ધર્યો. ૨૦૨૪ના વર્ષમાં ૨.૫૫ કરોડ ભક્તો દર્શન માટે આવ્યા, જેમાંથી ૯૯ લાખ ભાવિકોએ મુંડન કરાવીને કેશદાન કર્યું. આ વર્ષે ભક્તોએ ૧૫૦ કરોડ રૂપિયાની ‌‌કિંમતની અચલ સંપત્ત‌િનું પણ મંદિરને દાન કર્યું. મંદિરનું કહેવું છે કે કોવિડ પછી દરરોજ હુંડીમાં ત્રણ કરોડ રૂપિયાથી વધુનો ચડાવો આવે છે. વીકડેઝમાં રોજનો સરેરાશ ૩.૬ કરોડ રૂપિયાનો અને વીક-એન્ડમાં ૩.૮૫ કરોડ રૂપિયાનો ચડાવો આવે છે. ૨૦૨૪ની ૩૧ ડિસેમ્બર જોકે રેકૉર્ડબ્રેક ૪.૧૦ કરોડ રૂપિયાનો ચડાવો આવ્યો હતો.

national news india tirupati religious places