સેનાના બેઝ-કૅમ્પ પર ભારે હિમસ્ખલન, ૩ જવાનો શહીદ

10 September, 2025 11:09 AM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

રેસ્ક્યુ-ઑપરેશન કરીને તેમનાં શબ કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં સેનાના એક જવાન અને બે અગ્નિવીરે જીવ ગુમાવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખ પાસે સિયાચીન ગ્લૅસિયરમાં મંગળવારે બરફનું તોફાન આવતાં ભારતીય સેનાના ૩ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. સિયાચીન ગ્લૅસિયર પર સેનાનો કૅમ્પ ૨૦,૦૦૦ ફુટ ઊંચે હતો. હાડ ઓગાળતી માઇનસ ૬૦ ડિગ્રી ઠંડીમાં લદ્દાખના બેઝ-કૅમ્પ પાસે પૅટ્રોલિંગ કરી રહેલા ૩ જવાનો પર અચાનક બરફ ધસી આવતાં જવાનો બરફમાં દટાઈ ગયા હતા. રેસ્ક્યુ-ઑપરેશન કરીને તેમનાં શબ કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં સેનાના એક જવાન અને બે અગ્નિવીરે જીવ ગુમાવ્યો હતો.

ladakh indian army national news news himalayas Weather Update