26 July, 2024 02:05 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઝારખંડની કૅબિનેટે મિનિસ્ટર્સ અને સેક્રેટરીઝ માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધીનો મોબાઇલ ફોન ખરીદવાની પરવાનગી આપી છે. સ્ટેટ કૅબિનેટ દ્વારા આ અપ્રૂવલ માટે પ્રપોઝલ આપવામાં આવી હતી, જેમાં એક મહિનાના મોબાઇલના રીચાર્જ માટે ૩૦૦૦ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. આ પ્રપોઝલને પાસ કરવામાં આવી છે. કૅબિનેટ સેક્રેટરી વંદના દાદેલના જણાવ્યા મુજબ મિનિસ્ટરો અને સેક્રેટરીઓ માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધીના મોબાઇલ અને મહિને ૩૦૦૦ રૂપિયાનું રીચાર્જ. સ્પેશ્યલ સેક્રેટરી-લેવલના ઑફિસર્સ ૪૫,૦૦૦ રૂપિયા સુધીનો મોબાઇલ અને ૨૦૦૦ રૂપિયાનું રીચાર્જ તેમ જ ઍડિશનલ સેક્રેટરી, ઍડિશનલ ડિરેક્ટર અને અન્ય વ્યક્તિઓ ૩૦,૦૦૦નો મોબાઇલ અને ૭૫૦ રૂપિયા એક મહિનાના રીચાર્જ માટે મેળવી શકશે. જોકે નવાઈની વાત એ છે કે જિયોમાં ૨૮ દિવસનો સૌથી મોંઘો પ્લાન ૪૪૯ રૂપિયાનો, ઍરટેલમાં સૌથી મોંઘો પ્લાન ૬૦૯ રૂપિયાનો અને વોડાફોન-આઇડિયાનો સૌથી મોંઘો પ્લાન ૫૩૯ રૂપિયાનો છે. જો એક મહિનાના આટલા જ રૂપિયા થતા હોય તો પછી ૩૦૦૦ રૂપિયા આપવા પાછળનો હેતુ શું છે એ જાણવા જેવી વાત છે.